<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

અમેરીકા ટેરીફ બોમ્‍બ : ગુજરાત દરીયાકાંઠા નો ૧૫૦૦ કરોડનો ઝીંગા,મચ્‍છીનો ઉદ્યોગ ભારે મુશ્‍કેલીમાં: નિકાસ બંધ

પાંચ હજાર ખેડુતો, ૨૫ હજાર હોડી, બોટ માલીકો, એક્ષપાર્ટરો સહિત દરિયાઈ વિસ્‍તારના ૧૦ લાખ પરીવારોને આર્થિક મુશ્‍કેલી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૮: અમેરિકા એ ૫૦ ટકા ઝીંગા માછલી ઉપર ટેરીફ લગાડી દેતા ગુજરાતના દરીયાકાંઠા વિસ્‍તારના અનેક જગ્‍યાએથી ઝીંગા અને મચ્‍છી જતા હતા તેને આજથી મોટી અસર થશે દર વર્ષે ૧૦૦૦ થી ૧૨૦૦ કરોડ ના જીગા ૩૦૦ થી ૪૦૦ કરોડ મચ્‍છી અમેરીકામાં એક્ષપોર્ટ થાય છે જેનાથી જીગા ઉછેર કરતા પાંચ હજાર ખેડતો ૧૫૦થી વધારે એક્ષપોર્ટરો ૨૫ હજાર નાની મોટી હોડી બોટ માલીકો તેમજ આ ઉદ્યોગ સાથે જોડાયેલા ૧૦ લાખ પરીવારોને અસર થશે જેથી આગેવાનો દ્વારા કેન્‍દ્ર રાજય સરકાર સાથે રસ્‍તો કાઢવા માટે રજુઆત કરાશે.

વેરાવળ વિસ્‍તારના એક્ષેપાર્ટર અને સીફુડ એક્ષપાર્ટ એસો.ના પુર્વ પ્રમુખ વાઈસ ચેરમેન એમપીડા ના જગદીશ ફોફડી એ જણાવેલ હતું કે અમેરીકાના ૫૦ ટકા ટેરીફ લાગુ પડેલ છે તેથી પ્રવાહી પરીસ્‍થીતી છે તમામ ભારણ માછીમારો તથા ખેડુતો ઉપર આવે છે અથવા અમેરીકાના ગ્રાહક ઉપર બોજો આવશે તાત્‍કાલિક અસર એક્ષેપાર્ટર ઉપર પડેલ છે ભારતભર માં ૧૦૦૦ થી ૧૫૦૦ કરોડની સીધી અસર થશે ભારત નું ૪૦ ટકા બજાર જીગા ઉત્‍પાદન સરત,વલસાડ,દીવ, ઉના,જામનગર, ભાવનગરમાં મોટી અસર આવવાની સંભાવના છે એક હજાર કરાડ ન એક્ષેપાર્ટ અમેરીકા થતું હતું તેમજ વેરાવળ પોરબંદર માંગરોળ ૩૦૦ થી ૪૦૦ કરોડ ની મચ્‍છી જતી હતી જેની સૌથી મોટી અસર ગુજરાતના માછીમારોને થશે.

દરીયાઈ વિસ્‍તારના રાજય તામીનલાડુ, વેસ્‍ટ બેગાલ, ઓડીસા, કર્ણાટક, ગોવા, મહારાષ્‍ટ્ર, ગુજરાત, આધ્રપદેશમાં પણ અસર શરૂ થયેલ છે જેથી દરેક પ્રદેશના એક્ષેપાર્ટરો માછીમારો આ પરીસ્‍થીતો માં બહાર નિકળવાના રસ્‍તો શોધી રહેલ છે ગુજરાતના એક્ષેપાર્ટરો માછીમારો જીગા ખેડૂતો ટુક સમયમાં સી.એમ સાથે મુલાકાત કરી અસરગ્રસ્‍ત લોકોને સરકાર શું મદદ કરશે તેવી વાતાઘાટ કરાશે આજથી અમેરીકામાં ધંધા રોજગાર બંધ થયેલ છે જેથી જીગા ઉછેર કરતા પાંચ હજાર ખેડુતો ૧૫૦ થી વધુ એક્ષેપાર્ટરો ૨૫ હજાર હાડીબોટ માલીકો તેમજ દરીયા પટીમાં જોડાયેલા ૧૦ લાખ થી વધુ પરીવારોને આની ભારે અસર થશે.

(12:57 PM IST)