<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ઉપલેટામાં ર.૭૪ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો પકડાયોઃ રૂરલ એલસીબીનો દરોડો

દીપ ઉર્ફે ટીલ્‍યો રાઠોડને ૩ર૪ બોટલ દારૂ સાથે ઝડપી લેવાયો

રાજકોટ તા. ર૯ :.. ઉપલેટામાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ર.૭૪ લાખના વિદેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો.

 રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જરેએ  પ્રવળતીઓ નેસ્‍તનાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્‍વયે એલ.સી.બી. રાજકોટ ગ્રામ્‍યના પોલીસ ઇન્‍સપેક્‍ટર વી.વી.ઓડેદરા, પો.સબ.ઇન્‍સ  એચ.સી.ગોહીલ,  આર.વી.ભીમાણીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના માણસો કાર્યરત હતા એ દરમ્‍યાન એ.એસ.આઇ. શક્‍તિસિંહ જાડેજા તથા વિજયસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્‍સ કૌશીકભાઇ જોષી તથા અરવિંદસિંહ જાડેજા ને મળેલ સંયુક્‍ત હકીકત આધારે ઉપલેટા નાગનાથ ચોક પાસેથી  દીપ ઉર્ફ ટીલ્‍યો કીરીટભાઇ રાઠોડ  ઉ.વ. ૩૩ રહે. ઉપલેટા કળષ્‍ણકેક ઓઇલમીલ રોડ વિજયનગર સોસાયટી બ્‍લોક નંબર ૧૯ને ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્‍લીશ દારૂની નાની મોટી ફૂલ બોટલ નંગ ૩૨૪ કી રૂ. ૨,૭૪,૩૧૦/- તથા  મોબાઇલ ફોન નંગ-૧ કી રૂ ૨૦,૦૦૦/- મળી કુલ ર,૯૪,૩૧૦ ના મુદામાલ સાથે ઝડપી લેવાયો છે. પકડાયેલ દિપ સામે અગાઉ જૂગાર તથા પ્રોહીબીશનનો ગુન્‍હો નોંધાયો છે. એલ.સી.બી.ના બાલકળષ્‍ણભાઇ ત્રીવેદી, અનિલભાઇ બડદોકીયા, શક્‍તિસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા તથા  તથા ડ્રા પો.કોન્‍સ અબ્‍દુલભાઇ શેખ દ્વારા કરવામાં આવી હતી. (પ-૧૯)

 

(2:20 PM IST)