તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 28th August 2025
ટ્રેલરમાંથી મહાકાય કન્ટેનર એક્ટિવા ઉપર ઉથલી પડતાં ત્રણ યુવાનોના મોત
કચ્છના મુન્દ્રા અંજાર નેશનલ હાઇવે ઉપર અરેરાટીભર્યો ગમખ્વાર અકસ્માત

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છમાં માર્ગ અકસ્માતની વણથંભી વણઝાર વચ્ચે આજે ત્રણ આશાસ્પદ યુવાનોનો ભોગ લેવાયો છે. મુન્દ્રા-અંજાર ધોરીમાર્ગ પરના ખેડોઇ ગામ નજીક આજે બપોરે કન્ટેનર ટ્રેલર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રેલરનું મહાકાય કન્ટેનર ઊથલીને એક્ટિવા ઉપર પડ્યું હતું. આ બનાવમાં એક્ટિવા પર સવાર ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. મૃતદેહોને અંજાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોની ઓળખ હજી થઈ શકી નથી. આ ગમખ્વાર ઘટના અંગે અંજાર પોલીસે અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી મૃતકોના નામ મેળવવાની કામગીરી હાથ ધરી છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
