તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th August 2025
મોરબી લાલપર પાસે કન્ટેનરે હડફેટે લેતા બાઈક સવાર કૌટુંબિક કાકા-ભત્રીજાના મોત
કાકા-ભત્રીજા તરણેતરના મેળામાંથી બાઈક લઈને પરત આવતા હતા ત્યારે વહેલી સવારે નડ્યો અકસ્માત.

( પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબીના લાલપર નજીક વહેલી સવારે કન્ટેનર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં બાઇક સવાર લક્ષ્મીનગરના કૌટુંબિક કાકા-ભત્રીજાના મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર લક્ષ્મીનગર ગામે રહેતા રમેશભાઈ પ્રેમજીભાઈ ભંખોડીયા ( ઉ.વ.35) અને તેમના કૌટુંબિક કાકા પ્રેમજીભાઈ મેઘજીભાઈ ભંખોડીયા (ઉ.વ.45) બન્ને તરણેતરના મેળામાં ગયા હતા. જ્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા. તે વેળાએ લાલપર પાસે સવારે 6:30 વાગ્યાના અરસામાં એક કન્ટેનરે તેમના બાઇકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં બન્ને કાકા-ભત્રીજાના મોત થયા છે. હાલ બન્નેના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. કન્ટેનર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હોય પોલીસે તપાસ હાથ ધરી છે. ગામમાં એક જ કુંટુંબમાં બે લોકોના મોતથી શોકનો માહોલ છવાયો છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
