<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

ખેલ મહાકુંભ - ૨૦૨૫ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ: મહાનગરપાલિકા કક્ષાએ: કુલ ૨૪ રમતોનો સમાવેશ

ખેલાડીઓએ ૨૨/૦૯/૨૦૨૫ પહેલા ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે

જામનગર : ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) દ્વારા વર્ષ ૨૦૧૦ થી દર વર્ષે ભવ્ય ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે.આ વર્ષે ખેલ મહાકુંભમાં ૯, ૧૧, ૧૪, ૧૭, ઓપન એજ ગ્રુપ, ૪૦ વર્ષથી ઉપર અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથના ખેલાડીઓ ભાગ લઈ શકશે. આયોજનમાં શાળા કક્ષા / વોર્ડ કક્ષાએ કુલ ૬ રમતો,
ઝોન કક્ષાએ: કુલ ૭ રમતો,
મહાનગરપાલિકા કક્ષાએ: કુલ ૨૪ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ખેલ મહાકુંભ - ૨૦૨૫ માં ભાગ લેવા ઈચ્છતા ખેલાડીઓ માટે રજીસ્ટ્રેશનની છેલ્લી તારીખ ૨૨/૦૯/૨૦૨૫ છે. ખેલાડીઓએ https://khelmahakumbh.gujarat.gov.in/ વેબસાઈટ પર જઈને ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.તેમ જિલ્લા રમત ગમત અધિકારી, જામનગરની યાદીમાં જણાવાયું છે.

(6:28 PM IST)