<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 28th August 2025

મોરબીના જેલ રોડ પર આવેલ ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટીની નોટીસો બાદ કોમ્પ્લેક્ષ સીલ

ફાયર સેફટી સુવિધા નહિ રખાય ત્યાં સુધી કોમ્પેલ્ક્ષ સીલ જ રહેશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબીને મહાનગરપાલિકા બનાવ્યા બાદ ફાયર સેફટી સુવિધાઓ અંગે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેલ રોડ પર આવેલ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સુવિધાનો અભાવ હોવાથી નોટીસો આપ્યા બાદ પણ ફાયર સેફટી સુવિધાઓ ના મેળવતા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું હતું.
  મોરબી મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા જેલ રોડ પરના ગુરુકૃપા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફટી સીસ્ટમ અંગે ત્રણ નોટીસ આપવામાં આવી હતી તેમજ ગત તા. ૨૨ ટ્ણા રોજ સીલીંગ નોટીસ આપવામાં આવી હતી જેનો સમયગાળો  પૂર્ણ થતા ફાયર વિભાગ ટીમે કોમ્પ્લેક્ષને સીલ માર્યું હતું ફાયર સેફટી સુવિધાનો અભાવ હોવાથી કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું છે અને ફાયર સેફટી સુવિધા નહિ રખાય ત્યાં સુધી કોમ્પેલ્ક્ષ સીલ જ રહેશે તેમ પણ તંત્રએ જણાવ્યું હતું.


 

(11:50 PM IST)