News of Friday, 29th August 2025
મોરબીના ખેવરિયા નજીક દેશી દારૂ ભરેલી ક્રેટા કાર સાથે બે ઝડપાયા.
આરોપીઓની કબૂલાત પરથી દારૂનો જથ્થો જ્યાંથી મેળવ્યો તેની સામે અને જ્યાં આપવાનો હતો તેની સામે સામે ગુન્હો નોંધ્યો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ખેવરિયા ગામના ઝાપા પાસેથી પસાર થતી જીજે - 10 - સીજી - 7441 નંબરની ક્રેટા કાર અટકાવી તલાશી લેતા કારમાં બેઠેલ આરોપી રમઝાન કરીમભાઈ નોટિયાર અને આરોપી ઉસ્માન ઉમરભાઈ મુલ્લા (રહે. બન્ને વીસીપરા મોરબી વાળા) ના કબ્જામાંથી 140 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 28 હજાર મળી આવતા પોલીસે 5 લાખની કાર સહિત 5.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીઓની પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો આરોપી ઈરફાન બાબાભાઈ જેડા (રહે.માળીયા મિયાણા વાળા ) પાસેથી મેળવી વીસીપરામાં રહેતી મહિલા આરોપી નિમુબેન રમેશભાઈ કોળીને આપવાનો હોવાનું આરોપીઓએ કબુલતા ચારેય વિરુદ્ધ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
(12:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
