News of Friday, 29th August 2025
મેઘપરના દારૂના ગુન્હામાં છ મહિનાથી ફરાર ધ્રાંગધ્રાનો શખ્સ ઝબ્બે

વઢવાણ તા. ર૯ :.. જિલ્લા પોલીસ અધિક્ષકએ ચાર્જ સંભાળતા જ જિલ્લામાં વિવિધ પ્રકાર ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના અપાઇ હતી. જે માટે પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ટીમો બનાવીને અલગઅલગ ગુનામાં ફરાર આરોપીઓને પકડવા ઝૂંબેશ હાથ ધરાઇ હતી.
ત્યારે પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સના ઉપયોગથી મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં ૬ મહિનાથી ફરાર આરોપી સંજય ઉફે ડાકુ હરજીભાઈ ચૌહાણ રહે નરસિંહપરા નર્મદા કોટર પાસે ધાંગધ્રા વાળાને નરસિંહપરા પાસેથી પકડી પાડ્યો હતો.
આરોપીની ધરપકડ કરી જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસને સોપવામાં આવ્ય હતો.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
