<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

મહુવા પંથકમાં કડાકા ભડાકા સાથે એક ઈંચ

મહુવા, તા.૨૯: શહેરમાં શુક્રવાર સવારના સાત વાગ્‍યાથી નવ વાગ્‍યા સુધીમાં વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર એકાદ ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આ વરસાદ મહુવા શહેર ઉપરાંત આજુબાજુના ગ્રામ્‍ય વિસ્‍તારના કુંભણ, કોજળી, કાળેલા, ઉમણિયાવદર, રૂપાવટી, જાદરા, ભાદરા, માળવાવ, દાઠા, દેવળીયા, સથરા, વાધનગર, ભાદ્રોડ, તાવેડા, કંટાસર, ખાટસુરા, તલગાજરડા, નેસવડ સહિતના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ હોવાનું રહીમ આર વસાયા એ એક યાદીમાં જણાવાયું છે. 

(10:55 AM IST)