News of Friday, 29th August 2025
થાનના હીરાણા ગામની સીમમાં પથ્થરોની વચ્ચેથી યુવતીનો કોહવાયેલ મૃતદેહ મળતા ચકચાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ર૯: થાન તાલુકાના હીરાણા ગામે યુવતી નો કોહવાયેલી હાલતમાં મળતદેહ મળી આવ્યો છે ત્યારે આ સંદર્ભે થાન પોલીસ તાત્કાલિક મેળા બંદોબસ્ત પડતો મૂકી ઘટના સ્થળે દોડી ગઈ અને યુવતીના મળતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
ખુલ્લી જગ્યામાંથી યુવતીનો મળતદેહ મળી આવ્યો છે સ્થાનિક લોકોને જાણ થતા સ્થાનિક લોકો દ્વારા યુવતીના મળતદેહના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવામાં આવ્યા હતા જેમાં હીરાણા ગામ નજીક આવેલા મંદિર પાસે પથ્થરોની વચ્ચે યુવતીનો મળતદેહ પડ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા બાદ થાન પોલીસ દ્વારા આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી.
જ્યાંથી મળતદેહ મળ્યો ત્યાંથી નજીકમાં જ રેલવેના પાટા પણ પસાર થઈ રહ્યા છે ત્યારે કોણ યુવતીના મળતદેહને ત્યાં ફેંકી ગયું તેની સામે સવાલ ઊભા થાય છે હાલ મળતદેહ કોહવાયેલ હાલતમાં હોવાથી કોઈ ઓળખ થવા પામી નથી. પીએમ રિપોર્ટ પછી જ મળત્યુ નું સાચું કારણ બહાર આવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. (૪.૩)
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
