તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
ચોટીલાના સાંગાણી ગામ નજીક બાઇક સ્લીપ થઇ ડીવાઇડર સાથે અથડાતા બે યુવકોના મોત

સુરેન્દ્રનગર તા. ર૯ :.. સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતો ની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લી ૨૪ કલાકમાં અલગ અલગ અકસ્માતોમાં ચાર જેટલા લોકોના મોત નીપજવા પામ્યા છે. ચોટીલાના સાંગાણી ગામ નજીક બાઇક સ્લીપ બે યુવકોના મોત નીપજવા પામ્યા છે. મળતી વિગત અનુસાર ચોટીલા થી સાંગાણી તરફ બે મિત્રો બાઈક ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક બાઈક ની બ્રેક લાગી જતા બાઇક સ્લિપ થઈ જવા પામ્યું હતું.
બાઈક સ્લીપ થઈ જતા સામે ડીવાઇડર સાથે બાઈક અથડાયું હતું જેને લઇ ઘટના સ્થળેં રોશન મકવાણા નામનો યુવક ઘટના સ્થળે મોતને ભેટયો હતો ત્યારે ઓમ દેવરાજ ઓળકિયા નામના યુવકને ગંભીર ઇજાવો થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું પરંતુ ત્યાં તેનું પણ મોત નીપજવા પામ્યો છે જેને લઇને પરિવાર ઉપર પણ આફત તૂટી પડી છે.
ઓમ દેવરાજભાઈ ઓળકીયા (ઉંમર વર્ષ ૧૭ રહે. ચોટીલા, પરમેશ્વર સોસાયટી) ગઈકાલે સાંજના સમયે પોતે સાંગાણી ગામ પાસેથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર માટે પ્રથમ ચોટીલા સરકારી હોસ્પિટલમાં બેભાન હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાત તેને વધુ સારવાર માટે રાજકોટ લાવતા ઈમરજન્સી વિભાગમાં ડોક્ટરે તપાસીને તેને મળત જાહેર કર્યો હતો.
વધુ એક અકસ્માતમાં બે મિત્રોના જીવ ગયા છે ત્યારે પરિવાર અને ખાસ કરી પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. (પ-૧ર)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
