<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ઘોઘામાં એક ઇંચ, ભાવનગરમાં અડધો ઇંચ વરસાદ વરસ્‍યો

ભાવનગર તા.૨૯ :.. ભાવનગર શહેરમાં મોડી રાત્રે ગાજવીજ સાથે અડધો ઇંચ અને ઘોઘા માં એક ઇંચ વરસાદ પડ્‍યો છે.

ગોહિલવાડ પંથકમાં મોડી રાત્રી દરમિયાન વરસાદી માહોલ ઊભો થયો હતો. મોડી રાત્રે ભાવનગર શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો ત્‍યારે ઘોઘામાં એક ઇંચ અને સિહોર તથા પાલીતાણામાં હળવા ભારે ઝાપટા વરસી ગયા હતા.

આજે સવારે ૬ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન

ભાવનગર ૧ મી.મી. ઘોઘા માં ૨૨ મી.મી. ,સિહોર માં ૨ મી.મી. અને પાલીતાણામાં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે. (પ-૧૦)

(11:04 AM IST)