<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ભારતમાં કયાંય પણ મદદની જરૂર હોયતો હિન્‍દુ હેલ્‍પલાઈન મદદ કરશે-ડો.તોગડીયા

જામકંડોરણા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ તથા રાષ્‍ટ્રીય બજરંગદળના હોદેદારોની વરણી કરાઈઃ સનાતન હિન્‍દુ સમાજની બેઠક મળી

(મનસુખભાઈ બાલધા દ્વારા) જામકંડોરણા, તા.૨૯:  જામકંડોરણામાં આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ તેમજ રાષ્‍ટ્રીય બજરંગ દવારા ડો.પ્રવિણભાઈ તોગડીયાની અધ્‍યક્ષતામાં સનાતન હિન્‍દુ સમાજની બેઠક લોહાણા મહાજન વાડી ખાતે મળી હતી ડો.પ્રવિણભાઈ તોગડીયા તેમજ આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના પ્રદેશના હોદેદારોનું જામકંડોરણા આગમન થતાં તેમનું ઢોલ નગારા સાથે સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું આ બેઠકમાં આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના પ્રમુખ ડો.પ્રવિણભાઈ તોગડીયા, ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ,સૌરાષ્‍ટ્રપ્રાંતના સંગઠન મંત્રી નિમલસિંહ ખુમાણ, સૌરાષ્‍ટ્ર પ્રાંતના અધ્‍યક્ષ ગજેરા સાહેબ, રાષ્‍ટ્રીય બજરંગદળ સૌરાષ્‍ટ્ર મહામંત્રી જગદીશભાઈ વાડોદરીયા સહિતના હોદેદારોનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું

આ તકે ડો.પ્રવિણભાઈ તોગડીયાએ જામકંડોરણામાં તેમજ તાલુકાના અને બધાજ ગામોમાં દર શનિવારે હનુમાન ચાલીસા કેન્‍દ્ર શરૂ કરવા સુચન કરેલ હતું અને આ કેન્‍દ્રમાં ગરીબ હોય તેને દર મહિને અનાજ તથા આરોગ્‍યની મફત સુવિધા મળે કોઈને કેન્‍સર કે હદયની ગંભીર બિમારીમાં અમદાવાદમાં પ્રાઈવેટમાં મફત ઓપરેશનની અમે વ્‍યવસ્‍થા કરીશું ભારતમાં કયાંય પણ મદદની જરૂર હોયતો હિન્‍દુ હેલ્‍પલાઈન મદદ કરશે આવા હનુમાન ચાલીસા કેન્‍દ્રોનું અભિયાન જામકંડોરણામાં પણ શરૂ થયુ છે સાથે અમે આવતા સમયમાં રાષ્‍ટ્રીય કિશાન પરિષદ દવારા ખેડૂતોને ટેકાન ભાવતો મળેછે પણ ખર્ચની ગણતરી કરેતો મગફળી કપાસના મણના અઢીથી ત્રણ હજાર રૂપિયા મળવા જોઈએ આના માટેનું અભિયાન રાષ્‍ટ્રીય કિશાન પરિષદ દવારા દેશમાં હું ચલાવવાનો છું.

આ બેઠકમાં જામકંડોરણા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ અને રાષ્‍ટ્રીય બજરંગ દળના હોદેદારોની વરણીની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના જામકંડોરણાના પ્રમુખ તરીક ધર્મેશભાઈ પટેલ, મહામંત્રી તરીકે ક્રિપાલસિંહ જાડેજા, સંગઠન મંત્રી રાજુભાઈ વ્‍યાસ, ઉપપ્રમુખ નિલેશગીરી ગોસાઈ, વિરેન ભાઈ અજાબીયા,દિનેશભાઈ રાઠોડ, મંત્રી તરીકે સુરેશભાઈ ચુડાસમા, વિપુલભાઈ રબારી, રાજપાલસિંહ રાયજાદા, રાણાભાઈ રબારી, અજય ધારુકિયાની વરણી કરવામાં આવી હતી જયારે રાષ્‍ટ્રીય બજરંગદળ જામકંડોરણાના પ્રમુખ તરીકે ભોલાભાઈ કોયાણી, મહામંત્રી તરીકે વનરાજસિંહ ચૌહાણ,ઉપપ્રમુખ કૌશિકભાઈ ભરવાડ, એલ્‍વીનભાઈ પરમાર, પંકજભાઈ પરમાર,સંગઠન મંત્રી પળથ્‍વીરાજસિંહ ચૌહાણ, મંત્રી ભૌતિક મુંજરીયા,કુલદિપ સિંહ ઝાલા, પલાભાઈ બારોટ, મયુરભાઈ સોલંકી,દિવ્‍યેશભાઈ રામાનુજની વરણી કરવામાં આવી હતી તેમને ડો.પ્રવિણભાઈ તોગડીયાના હસ્‍તે ખેસ પહેરાવી આવકાર્યા હતા. 

(11:18 AM IST)