News of Friday, 29th August 2025
ધોરાજીના ભોળા ગામે સમાધાનના બહાને બોલાવી પરણિતાના મામા સહિત ૩ને મારમાર્યો
વિંછીયાના પાટીયાળી ગામે જયંતીભાઇ તાવીયાને ધમકી આપી બાઇક- સીસીટીવીમાં ૫ શખ્સોએ તોડફોડ કી

રાજકોટ તા.૨૯: ધોરાજીના ભોળા ગામે રિસામણે રહેતી પરણિતાના મામા સહિત ત્રણને સમાધાનના બહાને બોલાવી ૩ શખ્સોએ માર મારતા પોલીસમાં ફરિયાદ થઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધારાબેન મેહુલકુમાર ખાણીયા રે.ભાોળા ગામએ તેના પતિ મેહુલ હમીરભાઇ ખાણીયા, આશિષ નરસીભાઇ ખાણીયા રે.બંન્ને નાની ખોડીયાર તા.મેંદરડા સામે ધોરાજી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદી છેલ્લા આરશે છએક દિવસથી રીસામણે હોય જેથી આ કામના આરોપી નં.(૧) પોતાના પતિ તથા આરોપી નં.(ર) કુટુંબી ભત્રીજા આશિષભાઇ નરશીભાઇ ખાણીયાએ ફરીયાદીશ્રીના સગા મામાઓ કિશોરભાઇ નથુભાઇ ચાવડા તથા ભરતભાઇ નથુભાઇ ચાવડા અને ફરીયાદીશ્રીના સબંધી કાકા વિનુભાઇ રામજીભાઇ સિંગલને. સમાધાન કરવાના બહાને પોતાની સાથે લઇ આવી ઉશ્કેરાઇ જઇ બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ફરીયાદ અન્વયે ધોરાજી તાલુકા પોલીસે ઉકત બંને સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં વિંછીયાના પાટીયાળી ગામે રહેતા જયંતીભાઇ ભોળાભાઇ તાવીયાના ઘરે વિજય ખાધાભાઇ તાવીયા, વિપુલ માવાભાઇ તાવીયા, મુકેશ દેવજીભાઇ તાવીયા તથા બે અજાણ્યા શખ્સોએ આવી બાઇક તથા બજારમાં રાખેલ સીસીટીવીમાં લોખંડના પાઇપ મારી તોડફોડ કરી ૨૫ હજારનું નુકશાન કર્યું હતું. જયંતીભાઇ વાડીએ હતા ત્યારે આરોપી વિજયે ફોનમાં ગાળો આપી હતી અને બાદમાં અન્ય ચાર સાથે આવી તોડફોડ કરી હતી.
આ અંગે જયંતીભાઇએ ઉકત પાંચેય સામે ફરીયાદ કરતા વિંછીયા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
