News of Friday, 29th August 2025
ખજુરા હોટલ પાસેની લુંટના ગુન્હામાં ગયેલ રકમ રૂ.૬,૫૦,૦૦૦ પરત આપતી ટંકારા પોલીસ

ટંકારાઃ તા.૨૯: નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા વાંકાનેરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.છાસીયા ટંકારા પોલીસ સ્ટેશનના સુપરવિઝન હેઠળ કોર્ટમાં પેન્ડીંગ મુદામાલ અર્પણ કાર્યકમ હેઠળ પરત આપવા કાર્યવાહી કરેલ જેમાં ગઇ તા.૨૧/૦૫/૨૦૨૫ ના નિલેષભાઈ મનસુખભાઇ ભાલોડી રહે. રાજકોટ વાળાની ટી. એન્ટરપ્રાઈઝ (ટીટેનીયમ) નામની આંગળીયા પેઢીના રોકડા રૂપીયા ૯૦,૦૦,૦૦૦ XUV-૩૦૦ ગાડીમા લઇને રાજકોટ થી મોરબી આવતા હોય જેને પીછો કરી પર હુમલો કરી ખજુરા રિસોર્ટના ર્પાકિંગ માથી રોકડા રૂ.૯૦,૦૦,૦૦૦ ની લુંટ કરી ભાગી ગયેલ હોય અજાણ્યા ઇસમો સામે ટંકારા પોલીસ સ્ટેશનમાં કલમ ૩૧૦ (૨),૩૨૪ (૪) વિગેરે મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ.
જે ગુન્હાને અંજામ આપનાર ટંકારાના તથા ભાવનગર જીલ્લાના તથા સુરત શહેરના કુલ નવ આરોપીઓ પૈકી ટંકારા પોલિસ દ્વારા સાત આરોપીઓને ઝડપી તપાસ કરી પુરાવા એકત્રીત કરી મુદામાલ રકમ પૈકી અગાઉ રૂ-૭૨,૫૦,૦૦૦/- રીકવર કરવામા આવેલ જે ફરીયાદીને && તેરા તુજકો અર્પણ કાર્યક્રમ !! અંતર્ગત પરત સોપવામાં આવેલ હતા.
આ ઉપરાંત ઉપરોકત ગુનામા લુંટ ધાડ કરી નાશી-ભાગી જનાર આરોપીઓ પાસેથી રીકવર કરવામા આવેલ બાકીની રકમ રૂપીયા ૬,૫૦,૦૦૦ રીકવર કરવામાં આવેલ હતી જે રકમ કોર્ટના હુકમ મુજબ કાર્યવાહી કરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પરત સોપવામા આવેલ છે તે મુજબ સુપ્રત કરીને કુલ રૂ.૭૯,૦૦,૦૦૦/- મુદામાલના રૂપીયા રોકડા ફરીયાદીને પરત કરવાનો હુકમ કરવામા આવતા ફરીયાદી ને !! તેરા તુજકો અર્પણ કાર્યક્રમ !! અંતર્ગત રોકડ રકમ પરત મળી છે. (૩.૯)
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
