<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

ગોંડલમાં ઉછીના રૂપિયાની ઉઘરાણીમાં બે ભાઇઓને ૪ શખ્‍સોએ માર માર્યો

રાજકોટ, તા. ર૯: ગોંડલમાં ઉછીના રૂપિયાની ઉઘરાણીમાં બે ભાઇઓને ૪ શખ્‍સોએ માર માર્યો હતો.

મળતી વિગતો મુજબ ગોંડલ મોટી બજાર બાવાબારી શેરીમાં રહેતા અર્જુનભાઇ મેવાડા, લાલભાઇનો પુત્ર શ્રીતેશ, અદ શખ્‍સ સામે ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીએ આરોપી લાલભાઇ પાસેથી રૂપિયા ઉછીના લીધેલ હોય જેની આરોપીઓએ ફરીયાદીના ઘરે આવી છરી બતાવી ગાળો બોલી જતા રહેલ બાદમાં ફરીયાદીના ભાઇ સમજાવવા જતા તેને આરોપી લાલભાઇએ લાકડીથી મારમાર્યો હતો. ત્‍યારબાદ ફરીયાદી સીવીલ હોસ્‍પીટલે દવા લેવા જતા હતા ત્‍યારે આરોપીએ ફરીયાદીને ઢીકાપાટુનો મારમારી પતાવી દેવાની ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્‍વયે બી ડીવીઝન પોલીસે ઉકત ચારેય સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(૬.૧૦)

(12:08 PM IST)