News of Friday, 29th August 2025
ખેડૂત પરીવારની ગૂમ થયેલ બે સગીરાને શોધી પરિવાર સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ

ટંકારા તા.૨૯: ટંકારા તાલુકાના ધ્રોલીયા ગામના સરપંચ બાબૂભાઇ ગમારાને ફોન આવેલ કે, ધ્રોલીયા ગામની સીમમાં આવેલ ગ્રેનેસ્ટા રબરના કારખાનાની સામે દાઉદભાઈની વાડીમાં રહેતા ખેતમજુરોની બે નાની દીકરીઓ રીનુ ઉ.વ.૦૬ તથા સવીતા ઉ.વ.-૦૭ વાળી વાડીએ રમત રમતા ઘરેથી દુકાને ચીજવસ્તુઓ લેવા માટે ગયેલ અને ઘરે પરત આવેલ નથી જે બાબતે ના.પો.અધિ. સમીર સારડાની સુચના મુજબ પોલીસ ઇન્સપેક્ટર કે.એમ.છાસીયા દ્વારા તાત્કાલીક ધ્રોલીયા ગામના સરપંચ તથા આગેવાનો અને બીજા સ્ટાફ પોલીસ જવાનો તથા ગ્રામ રક્ષક દળના સભ્યોની મદદ લઈ અલગ-અલગ ટીમો બનાવી ધ્રોલીયા ગામના પાટીયાની આજુબાજુના કારખાનાઓમાં તથા વાડી વિસ્તારોમા તથા અવાવરૂ જગ્યાએ શક પડતા વિસ્તારોમાં સર્ચ કરવાની કામગીરી કરવામા આવેલ.
જેમા ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફના જવાનો સહિત મહિલા કર્મચારીઓને સાથે રાખી તપાસ તજવીજ કરતા મોડી રાત્રીના ગુમ થનાર બંને સગીર વયની બાળાઓને ધ્રોલીયા ગામની સીમમાથી એક મગફળીના ખેતરમાંથી (૧) સવીતાબેન ઉ.વ.૦૭ તથા (૨) રીનુબેન ઉ.વ.૦૬ વાળી હેમખેમ મળી આવેલ હોય જે બાળાઓને પોલીસ સ્ટાફના વુમન પોલીસ કોન્સ્ટેબલ રીંકલબેન રમેશભાઇનાઓ મારફતે પૂછપરછ કરતા સહી-સલામત હોવાનુ જણાય આવેલ. બાદ આ ગુમથનાર બંને સગીર બાળાઓના તેઓના વાલી(માતા-પિતા)ની હાજરીમાં સુપ્રત કરવામાં આવેલ.
ઉપરોકત કામગીરીમાં એ.એસ.આઇ.રાજુભાઇ કોપણીયા તથા એ.એસ.આઇ ચેતનભાઈ કડવાતર તથા એ.એસ.આઇ. ભાવેશભાઇ વરમોરા તથા પો.હેડ.કોન્સ જસપાલસિંહ મહેન્દ્રસિંહ પો.હેડ.કોન્સ રાજેશભાઇ નથુભાઇ તથા પો.કોન્સ કિશોરભાઇ દાવા તથા કળષ્ણરાજસિંહ ઝાલા તથા ગ્રામ રક્ષક દળના સભ્યોએ આ કામગીરી કરેલ હતી.(૨.૧૨)
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
