તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
દેવભૂમિ દ્વારકા જિલ્લાની ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ

(દેવભુમિ દ્વારકા) તા. ૨૯: દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રીક્ટ વોટર એન્ડ સેનીટેશન મિશનની બેઠક જિલ્લા સેવા સદન, ખંભાળિયા ખાતે કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં કલેક્ટરશ્રીએ વાસ્મો અંતર્ગત વિવિધ પાણી પુરવઠા યોજનાઓના કાર્યોની પ્રગતિ વિશે માહિતી મેળવીને તેની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. વધુમાં નવા પાણી પુરવઠાને લગતા નવા કામ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.બી.પાંડોર અને સમિતિના સદસ્યશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કાલે ખંભાળીયામાં નેશનલ સ્પોર્ટ ડે નિમીતે સાયકલ રેલી
હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯મી ઓગસ્ટના દિને ‘નેશનલ સ્પોર્ટસ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. સ્પોર્ટસ ડે નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા રમતગમત પ્રત્યે જાગળતિ, ફિટનેસ અને યુવાનોમાં ખેલ સંસ્કળતિનો વિકાસ થાય તેવા ઉમદા હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તા.૨૯ ઓગસ્ટથી તા.૩૧ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન ‘‘નેશનલ સ્પોર્ટસ ડે - ૨૦૨૫''ની ઉજવણીનું આયોજન કરાયું છે.
જે અંતર્ગત આગામી તા. તા.૩૧/૦૮/૨૦૨૫ના રોજ સવારે ૮ વાગ્યે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની કલેકટર કચેરીથી જિલ્લા સ્પોર્ટ્સ સંકુલ હરીપર સુધી વિશાળ સાયકલ રેલી યોજાશે. જેના સુચારૂ આયોજન અંગે પ્રાંત અધિકારીશ્રી ખંભાળિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં મામલતદારશ્રી, વિવિધ વિભાગના અધિકારીઓ, શાળા,કોલેજ, સહિત વિવિધ એસોસિયેશનના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
