News of Friday, 29th August 2025
સાવરકુંડલા શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરોની મીટીંગ યોજાઈ ગઈ

સાવરકુંડલા, તા.૨૯: વોર્ડ નંબર ૮ ના વિસ્તારમાં કોંગ્રેસ કાર્યકરોની મીટીંગ મળી હતી, જેમાં જનતાના સંર્પક કરી લોક સમસ્યાનો ઉકેલ લાવવા લાગી પડો તેવી આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી હતી.
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હસુભાઈ સૂચકના નિવાસ સ્થાને કોંગ્રેસ કાર્યકરોની મીટીંગમા હાજર કાર્યકરો એ પોતાની વ્યથા ઠાલવતા કહેલ કે નગર પાલિકામાં ખૂબ જ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેમજ શહેરની રેશનિંગની દુકાનોમાંથી બે માસથી અનાજ મળતું નથી વિગેરે સમસ્યા અંગે પ્રકાશ પડેલ હતો.
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી ચંદ્રેશભાઇ રવાણી એ જણાવેલ હતું કે આપણી નિષ્ક્રિયતા ખંખેરી જનતાના પ્રશ્નો ઉકેલીએ અને આંતરિક સંકલન કરી લોકો ના સુખ દુઃખમાં ભાગ લઈ એ લોકોના પ્રહરી બની એ તેમ જણાવેલ હતું.
પ્રતાપભાઈ દુધાતે જણાવેલ હતું કે આ સરકાર સામે અમો ખૂબ જ સંઘર્ષ અને વિરોધ કરી એ છીએ તો એમણે શું જેલમાં પૂરી દીધા એટલે ભાજપ સામે ખુલ્લો વિરોધ કરો જનતા આ સરકારથી ત્રાહિમામ પોકારી ઉઠી છે જનતા આપણે સહકાર આપવામાં છે તાત્કાલિક પાર્ટીના હિતમાં નિર્ણય લેવા પડે તે લ્યો ત્યારે એક એક મુદે આપણે સંઘર્ષમય બનવું પડશે. આ મીટીંગમા હસુભાઈ સૂચક કિરીટ દાદા દવે વિગેરે આગેવાનોએ કોંગ્રેસ સંગઠન બાબતે પ્રવચન કરેલ હતા અને આ મીટીંગમા બહોળી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહેલ હતા. (રર.૭)
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
