<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

પોરબંદરવાસીઓ પ્રકૃતિ પ્રેમી અને વૃક્ષારોપણ અંગે ગજબની લાગણીઃ વી.ડી. બાલા

રાજકોટની નવરંગ નેચરલ કલબ દ્વારા પોરબંદરની ચમ ઇંગ્‍લીસ મીડીયમ સ્‍કુલમાં રાહતદરે રોપા, ચકલીઘર, દેશી મધ વિતરણને જબરો પ્રતિસાદ દર મહિનાની ૨૮મી તારીખે પોરબંદરમાં રાહતદરે ફુલછોડ રોપા વિતરણનું આયોજન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.૨૯: સુરખાબી નગરી પોરબંદર ની જનતા પ્રકળતિ પ્રેમી છે અને વળક્ષારોપણ પ્રત્‍યે ગજબની લાગણી ધરાવે છે. તેમ પર્યાવરણ વિદ શ્રી વી.ડી. બાલાએ રાજકોટની નવરંગ નેચરલ ક્‍લબ દ્વારા પોરબંદરની ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કુલ ખાતે રાહત દરે રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ચકલીઘર , દેશી મધ, પાણીના કુંડા અને ફૂલ છોડ ના રોપાઓ વિતરણ કાર્યક્રમને સંબોધતા જણાવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં શરૂઆતમાં ચમ ઇંગલિશ મીડીયમ સ્‍કુલના ટ્રષ્ટિ અને પર્યાવણીય પ્રેમી  કમલભાઈ પાઉ એ ઉપસ્‍થિત સૌ પર્યાવરણ પ્રેમીઓ અને પ્રબુધ્‍ધ નાગરિકોને ઉદબોધન માં આજની ગ્‍લોબલ ર્વોમિંગ ની સ્‍થિતિ સામે વળક્ષા રોપણને પ્રાધાન્‍ય આપવાની અપીલ કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા.

વન વિભાગનો શ્રેષ્ઠ વન પંડિત એવોર્ડ મેળવનાર દેશની શ્રેષ્ઠ ૬૨  ગુજરાતી વિશેષ વ્‍યક્‍તિ ઓ ની યાદીમાં જેનો સમાવેશ થયેલ છે. તેવા નિવળત ફોરેસ્‍ટર ઓફિસર અને રાજકોટની નવરંગ નેચરલ ક્‍લબના પ્રમુખ વી. ડી બાલા એ રાજકોટની નવરંગ નેચર કલબ દ્વારા બે દાયકાઓથી યોજાતી પર્યાવરણજાગળતિ ની પ્રવળત્તિની રૂપરેખા આપીને જણાવ્‍યું હતું કે, પોરબંદરની જનતા પ્રકળતિ પ્રેમી છે અને બીજું નામ સુખાબી નગરી છે તરીકે જાણીતું છે એટલે દર મહિનાની ૨૮ તારીખે પોરબંદર માં રાહતદરે ફૂલ છોડ ના રોપા સાથે પર્યાવરણીય સાધન -સામગ્રી નું  વિતરણ કરવા આવવાનું બને છે.આજના ગ્‍લોબલ વોર્મના સમયમાં પક્ષીઓની પ્રજાતિઓ લુપ્ત થવાને આરે છે ત્‍યારે  વળક્ષારોપણ અને પક્ષીઓનું જતન કરવું જરૂરી છે આજના આધુનિક યુગમાં વિકાસ માટે પર્યાવરણ રક્ષણ અને સંવર્ધન કરવું આવશ્‍યક ગણાયું હતું

બર્ડ કંઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીએ જણાવ્‍યું હતું કે, માનવીની બદલાયેલી જીવન શૈલી અને શહેરીકરણના વ્‍યાપ વચ્‍ચે જન્‍તુનાશક દવાઓ બહુ મળી બિલ્‍ડીંગો અને ટાવરો ચકલીઓ માટે વિઘ્‍ન રૂપ ગણાવી  પર્યાવરણ માટે પ્રકળતિનું જતન કરવું જરૂરી છે.

આરજીટી કોલેજના પૂર્વ પ્રિન્‍સિપાલ ડો.ઈશ્વરભાઈ ભરડાએ પર્યાવરણ પ્રેમી શ્રી વી.ડી.બાલાભાઈની  પર્યાવરણની વિવિધ પ્રવળત્તિની સરાહના કરી અભિનંદન સાથે શુભેચ્‍છા પાઠવી હતી.

નવરંગ નેચરલ ક્‍લબ દ્વારા રાહત દરે  ફૂલ છોડ રોપાઓ નું વિતરણ કરવામાં આવ્‍યું હતું જેમાં કેસર કલમી, આંબા કલમી.  ચીકુકલમ,કલમી બોરડી,અને કલમી કમરખના રોપાઓ,ઉપરાંત મોગરો, રસુલિયા,જાસુદલાલ અને કાશ્‍મીરી ગુલાબ,ઈંગ્‍લીશ ગુલાબ, દિન કા રાજા, એકસ ઝોરા વગેરે ના રોપા નું રાહત દરે વિતરણ કરવામાંઆવ્‍યું હતું. ઉપરાંત ઇંગલિશ ગુલાબના રોપાઓ,મોગરો,મયુર પંખ,રાતરાણી,ક્રિસમસ ટ્રી,  ચકલી ઘર, પ્‍લાસ્‍ટિકના ચબુતરા, માટીના વાસણો, લીલા નાળિયેર, ડ્રાયફ્રુટ,દેશી ઓસડીયા, એકયુપ્રેશર ના સાધનો,શાકભાજીના બિયારણો, દેશી ગોળ, કાજુ, બદામ,અખરોટ, કિસમિસ, મુખવાસ દેશી અથાણું,વિવિધ જાતના હાથ બનાવટના પાપડ,ખાખરા,અને માટી અને પ્‍લાસ્‍ટિકના કુંડાઓ,લોખંડના સ્‍ટેન્‍ડ,બગીચામાં કામ કરવા માટેના સાધનો,કતાનની  વિવિધ  થેલીઓ, છાણીયું ખાતર, વિવિધ જાતના કઠોળ,માટી અને પ્‍લાસ્‍ટિકના કુંડા વગેરેનું રાહત દરે વિતરણ કરવામાં આવ્‍યું હતું. શહેરના પર્યાવરણ પ્રેમીઓ મોટી સંખ્‍યામાં  ઉમટીયા હતા અને રાહત ભાવના રોપા નો લાભ લીધો હતો

 રાહત દરના રોપા વિતરણ કાર્યક્રમમાં દ્રષ્ટિ શ્રી હિતેન્‍દ્રભાઈ પાઉ હિરેનભાઈ પાઉ, ચમ ઇંગ્‍લીશ મીડીયમ સ્‍કુલના પ્રિન્‍સિપાલ ડો. સુ નયના ડો ગરા, ગુજરાતી મીડીયમ સ્‍કુલના પ્રિન્‍સિપાલ હીનાબેન મેઘનાથી, સેવા કર્મી ધર્મેશભાઈ મઢવી સ્‍કૂલના છાત્રો સ્‍ટાફ પરિવાર શહેરના પ્રબુધ્‍ધ નાગરિકો, પર્યાવરણ પ્રેમી ભાઈ બહેનો મોટી સંખ્‍યામાં હાજર રહ્યા હતા અને આ પર્યાવરણ કાર્યક્રમને વેગમાન બનાવવા સંકલ્‍પ લીધા હતા.(૨.૧૦)

(1:28 PM IST)