<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

પીઠવડી ગામમાં ગોપાલભાઈ ઇટાલિયાની એન્‍ટ્રીઃ રાત્રિ રોકાણ

સાવરકુંડલા : પાટીદાર સમાજનું રત્‍ન ખુબ નાની વયે જાત મહેનતે ઉભા થયેલ અને લડાયક મિજાજના ખુબ પાવરધા ખેડૂતોના હામી એવા વિસાવદર , ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્‍ય વિસ્‍તારના યુવાન ધારાસભ્‍ય ગોપાલભાઈ ઈટાલીયા પીઠવડીના આત્‍મીય તોહી યુવાન એડવોકેટ વિશાલભાઈ સાવલિયા અને કિરણભાઈ રીબડીયાના ઘરે  રાત્રી રોકાણ કરેલું.  માસ્‍ટર ઓફ લો એલ.એલ.એમ. ત્રણે વ્‍યક્‍તિએ સાથે એક જ કોલેજ માં અભ્‍યાસ કરેલું એટલે પ્રથમ દ્રષ્ટિએ તેઓ સહપાઠી મિત્રો છે. જેમાં રાત્રે મોડા સુધી અને સવારે ૧૦ વાગ્‍યા સુધી ત્રણે મિત્રો દ્વારા કાયદાકીય બાબતો માટે ઊંડાણથી ચર્ચા -વિચારણા કરવામાં આવી ગોપાલભાઈ ઈટાલીયા દ્વારા પુરા ગુજરાતમાં શિક્ષિત અને યુવા વર્ગને રાજકારણમાં જોડાવવા માટે આહવાહન કરવામાં આવ્‍યુ.

(1:28 PM IST)