તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th August 2025
કાલથી ૫ સપ્ટેમ્બર સુધી બપોર પછી વરસાદ થશે, વિછુડો હોવાથી ગરમી પણ રહેશે
વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણીકભાઈ વામજાની આગાહી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૨૯ : આવતીકાલથી ૫ સપ્ટેમ્બર સુધી બપોર પછી વરસાદ થશે, વિછુડો હોવાથી ગરમી પણ રહેશે એવી આગાહી વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય રમણીકભાઈ વામજાએ કરી છે.
અગાઉ માવઠું, વાવણી અને અતિ ભારે વરસાદની આગાહી કરી ચૂકેલા વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યો રમણીકભાઈ વામજાએ વધુ એક આગાહી કરતા જણાવ્યું હતું કે, આવતીકાલથી આગામી તારીખ પાંચ સપ્ટેમ્બર સુધી બપોર પછી વરસાદ થશે વિછુડો હોવાથી ગરમીનું પણ પ્રમાણ રહેશે. આ પછી ૧૦ સપ્ટેમ્બર થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ગાજવીજ સાથે બપોર પછી વરસાદના યોગ છે. તારીખ ૨૦ સપ્ટેમ્બર થી ૨૫ સપ્ટેમ્બર દરમિયાન પણ ફાલ્ગુની નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે. તારીખ ૪ ઓક્ટોબર થી આઠ ઓક્ટોબર હાથીઓ નક્ષત્ર હોવાથી ગાજવીજ અને પવન સાથે વરસાદ થવાની આગાહી શ્રી વામજાએ કરી છે. ૭ સપ્ટેમ્બરે ખગ્રાસ ગ્રહણ છે આ દિવસે ભાદરવા સુદ પૂનમને રવિવારે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે જ્યારે ૨૧ સપ્ટેમ્બરે ભારતમાં સૂર્યગ્રહણ દેખાશે નહીં.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
