તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 29th August 2025
આર્યવ્રત સ્કૂલમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ દિવસની ઉજવણી
વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી: તમાકુના સેવનથી થતી શારીરિક અને માનસિક બીમારીઓ વિશે વિસ્તૃત માહિતી આપી

( સંજય ડાંગર દ્વારા ) ધ્રોલ :આર્યવ્રત સ્કૂલમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ દિવસની ઉજવણી કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સમાજને તમાકુના સેવનથી થતા ગંભીર પરિણામો વિશે જાગૃત કરવાનો હતો. આ કાર્યક્રમમાં નીરજ મોદી સુપરવાઇઝર (DIEC) Officer, પરમાર ભાઈ- સુપરવાઇઝર (DIEC) Officer, શ્રીમતી નજમાબેન હાલા- જામનગર ( ટોબેકો પ્રોગ્રામ ઓફિસર) , ગૌતમભાઈ સોંદરવા- જામનગર( ટોબેકો પ્રોગ્રામ ઓફિસ), ચંદુભાઈ ચુડાસમા ધ્રોલ તાલુકા સુપરવાઈઝર, અનિલભાઈ ટંકારીયા લતીપર PHC. સુપરવાઈઝર , જયેશભાઈ મેવાડા -વાંકીયા આરોગ્ય કર્મચારી,વિશાલભાઈ મકવાણા - આરોગ્ય કર્મચારી શાળાના ટ્રસ્ટી અંકિતભાઈ જીવાણી, હેમરાજભાઈ બોડા, કરણભાઈ બાંભવા શાળાના આચાર્ય ભંડેરી , તમામ સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ટ્રસ્ટી અંકિતભાઈ જીવાણીના પ્રાસંગિક ઉદ્બોધનથી થઈ હતી. તેમણે વિદ્યાર્થીઓને તમાકુના વ્યસનથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રેરણા આપી હતી. ત્યારબાદ, આચાર્ય ભંડેરીએ તમાકુના સેવનથી થતી શારીરિક અને માનસિક બીમારીઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવા કોઈ પણ વ્યસનથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવા જણાવ્યું હતું. તથા નીરજ મોદી અને શ્રીમતી નજમાબેન હાલા એ પણ બાળકોને તમાકુથી થતાં નુકશાન અને રોગોની માહિતી આપી વિદ્યાર્થીઓમાં જાગૃતતા લાવી. હતી.
આ દિવસની ઉજવણી નિમિત્તે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો:
નિબંધ સ્પર્ધા: આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ "તમાકુમુક્ત સમાજ: એક સ્વસ્થ ભવિષ્ય" જેવા વિષયો પર નિબંધ લખીને પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમના નિબંધોમાં તમાકુના દુષ્પ્રભાવો અને તેનાથી મુક્તિ મેળવવાના ઉપાયો પર ભાર મૂકવામાં આવ્યો હતો.
વકૃત્વ સ્પર્ધા: વકૃત્વ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઊર્જાસભર અને પ્રભાવશાળી ભાષણો આપ્યા હતા. તેમણે આંકડાઓ અને વાસ્તવિક ઉદાહરણો આપીને તમાકુના વ્યસનની ભયાનકતા સમજાવી હતી.
ચિત્ર સ્પર્ધા: ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ તમાકુના સેવનથી થતા નુકસાન અને સ્વસ્થ જીવનના ફાયદાઓને ચિત્રો દ્વારા દર્શાવ્યા હતા. તેમના ચિત્રોમાં સર્જનાત્મકતા અને જાગૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમના અંતે, વિજેતા વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો અને વિદ્યાર્થીઓમાં તમાકુ વિરોધી જાગૃતિ કેળવવામાં મદદરૂપ થયો હતો.
આ સમગ્ર કાર્યક્રમ ડાંગર રાકેશ તથા ત્રિવેદી ચિંતનએ સંચાલન કરેલ હતું તથા કાર્યક્રમની પૂર્ણાહુતિ માં આભાર વિધિ વરૂણ સાકરેલ હતી અને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો...
સંજય ડાંગર ધ્રોલ
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
