<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળો શાંતિપૂર્ણ રીતે થયો પૂર્ણ :ચાર દિવસનો ભાતીગળ મેળો સમાપ્ત

પોલીસ પરિવારે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ધજા ચડાવી: 2 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લઈ ગ્રામીણ ઓલિમ્પિક, પશુસ્પર્ધા, રાસ-ગરબા, લોકડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો

સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં યોજાયેલો વિશ્વવિખ્યાત તરણેતર લોકમેળો શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો. વહેલી સવારે પોલીસ પરિવારે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ધજા ચડાવી હતી.  

   પોલીસ પરિવારે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ધજા ચડાવી હતી, જેની સાથે ચાર દિવસનો આ ભાતીગળ મેળો સમાપ્ત થયો. આ વર્ષે 2 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લઈ, ગ્રામીણ ઓલિમ્પિક, પશુસ્પર્ધા, રાસ-ગરબા, લોકડાયરા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણ્યો.20મી ગ્રામીણ ઓલિમ્પિકમાં 1900થી વધુ ખેલાડીઓએ રસ્સાખેંચ, દોરડાકૂદ, કબડ્ડી અને અન્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો.

 

(9:18 PM IST)