<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

મોરબીના લાલપર નજીક ફેકટરીમાં યુવાને ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું.

ગામની સીમમાં સોરીસો સિરામિકમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી તાલુકાના લાલપર ગામ પાસેની ફેકટરીમાં ૩૫ વર્ષના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો છે મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

     બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના જુના જાંબુડિયા ગામે રહેતો રાજકુમાર રાજારામ જયસ્વાલ (ઉ.વ.૩૫) નામનો યુવાન ગત તા. ૨૮ ના રોજ લાલપર ગામની સીમમાં સોરીસો સિરામિકમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે દિશામાં વધુ તપાસ ચલાવી રહ્યા છે 


 

(10:38 PM IST)