News of Friday, 29th August 2025
મોરબીની ન્યુ રેલ્વે કોલોનીમાં નાલા પાસે જાહેર જુગાર રમતી મહિલા સહીત છ ઝડપાયા.
પોલીસે મહિલાઓ સહીત છ પત્તાપ્રેમીઓને રૂ ૫૭૦૦ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીના ન્યુ રેલ્વે કોલોની નાલા પાસે રેડ કરી પોલીસે જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત છ પત્તાપ્રેમીઓને રૂ ૫૭૦૦ સાથે ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમેં ન્યુ રેલ્વે કોલોની નાલા પાસે બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા કિશન રામજીભાઈ ગરિયા, છયાબેન દિલીપભાઈ કુઢીયા, લાભુબેન રમેશભાઈ ઇન્દરીયા, શેરબાનુ રફીક પાથાન, જસ્મીન મોમીનખાન પઠાણ ને હીનાબેન ભરતભાઈ સિંધવ એમ છને ઝડપી લઈને રૂ ૫૭૦૦ રોકડ રકમ જપ્ત કરી છે.
(11:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
