<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th August 2025

મોરબીના અણીયારી ગમે રહેતા ૪૦ વર્ષીય યુવાન મધરાત્રીએ ઘરેથી નીકળ્યા બાદ ગુમ.

ઘરેથી કહ્યા વિના જતા રહ્યા હતા બનાવ અંગે પરિવારના સભ્યોએ પોલીસ મથકમાં જાણ કરી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  અણીયારી ગામના રહેવાસી ૪૦ વર્ષીય યુવાન ગત મધરાત્રીના સમયે ઘરેથી કહ્યા વિના જતા રહ્યા હતા બનાવ અંગે પરિવારના સભ્યોએ પોલીસ મથકમાં જાણ કરી છે.

      મોરબીના અણીયારી ગામના રહેવાસી દીપકભાઈ દઢાણીયાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી આપી જણાવ્યું છે કે ગત તા. ૨૯ ઓગસ્ટના ભાઈનો દીકરો અલ્કેશ ભુદરભાઈ દઢાણીયા (રહે અણીયારી) (ઉ.વ.૪૦) વાળા રાત્રીના ૨ : ૩૦ વાગ્યે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી યા છે અને શોધખોળ કરવા છતાં મળી આવ્યા નથી મોરબી તાલુકા પોલીસે યુવાન ગુમ થયાના બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.


 

(11:49 PM IST)