<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

દરિયો તોફાની બને તેવી શક્યતા : વેરાવળ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના

દરિયાકાંઠે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની અને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનના ઝાપટાં રહેવાની આગાહી

ગીર સોમનાથઃ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 7 દિવસ સુધી મેઘરાજા રાજ્યને ધમરોળશે. ત્યારે દરિયો તોફાની બને તેવી શક્યતા છે. તેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. જ્યારે વેરાવળ બંદરે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.

પોર્ટ ઓફિસ પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ દરિયાકાંઠાના વિસ્તારોમાં સક્રિય ચોમાસાની સ્થિતિને કારણે તોફાની હવામાનની સંભાવના છે. હવામાન વિભાગે દરિયાકાંઠે 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની અને 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનના ઝાપટાં રહેવાની આગાહી કરી છે.

આ પવન દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં ફૂંકાશે અને દરિયામાં મોજા ઊંચા ઉછળશે. તમામ બંદરો પર હોઈસ્ટ લોકલ કોશનરી સિગ્નલ-III (LCS-III) લગાવવામાં આવ્યું છે. માછીમારો અને દરિયાઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

(12:05 AM IST)