News of Saturday, 30th August 2025
મોરબી “નવરાત્રીનો રંગ, મુસ્કાન ના સંગ” મોરબીમાં રંગીન ગરબા સ્પર્ધા.
સંસ્કાર ઈમેજિંગ સેન્ટર, શનાળા રોડ, GIDC, મોરબી ખાતે સ્પર્ધા યોજાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી, મોરબી હંમેશા સામાજિક, સાંસ્કૃતિક તથા સેવાકીય પ્રવૃત્તિઓમાં આગવું સ્થાન ધરાવે છે. અને આ વર્ષે પણ સંસ્થા લાવી રહી છે વધુ એક અનોખા કાર્યક્રમની ભેટ. આ આયોજન ફક્ત મહિલાઓ માટેની ગરબા પ્રતિસ્પર્ધા "નવરાત્રીનો રંગ, મુસ્કાન ના સંગ!" નામથી આયોજન કરવામાં આવ્યુ છે.
તા 7 મી સપ્ટેમ્બર ને રવિવારે બપોરે 3 થી 7 સુધી સંસ્કાર ઈમેજિંગ સેન્ટર, શનાળા રોડ, GIDC, મોરબી ખાતે સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં વિવિધ વય જૂથ મુજબ કેટેગરી રહેશે. જેમાં 7 થી 14 વર્ષ (ગર્લ્સ અને બોયઝ) 15 થી 25 વર્ષ
26 થી 35 વર્ષ તેમજ 35 વર્ષથી ઉપરના સ્પર્ધકો ભાગ લઇ શકશે.
આયોજનમાં વિજેતા થનારને આકર્ષક ઇનામો આપી પ્રોત્સાહક કરાશે. ઉપરાંતમાં દરેક ભાગલેનારને સ્યોર ગિફ્ટ તો ખરીજ.
સાથો સાથ સ્વાદિષ્ટ અલ્પાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે
નામ નોંધાવવાની છેલ્લી તારીખ : 4 સપ્ટેમ્બર, 2025 તેમજ રજીસ્ટ્રેશન ફી રૂ.150 (આધારકાર્ડ સાથે) રાખેલ છે.
નોંધણી કરાવવા માટે
9726599930 9427543656 | 8209644328
8320772539 | 9427442888 | 9428260214
ગુગલ પે નંબર : +91 88492 43004 (રજીસ્ટ્રેશન બાદ સ્ક્રીનશોટ શેર કરવો ફરજિયાત)
મુસ્કાન વેલ્ફેર સોસાયટી તમામ મહિલાઓને આ ગરબા પ્રતિસ્પર્ધામાં વધું ઉત્સાહ સાથે જોડાવા માટે આમંત્રણ આપે છે. આ રંગીન મેળાવડો માત્ર સ્પર્ધા નહીં પણ મિત્રતા, આનંદ અને સાંસ્કૃતિક ઉજવણીની અવિસ્મરણીય યાદ બની રહેશે તેમ મુસ્કાન વેલ્ફેર સોસાયટીની યાદીમાં જણાવાયુ છે
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
