તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 30th August 2025
વેરાવળના વકીલોએ કર્યો વિરોધઃ કામગીરીથી દૂર

વેરાવળઃ બાર એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના જાસ્ટિસ સંદીપ એન. ભટ્ટની બદલીના વિરોધમાં કામગીરીથી દૂર રહ્યા હતા. બાર એસોસિએશનના પ્રમુખ સૂર્યકાન્ત સવાણીએ જણાવ્યું કે આ બદલી આંતરિક રાજકારણ અનેજૂથવાદના કારણે કરવામાં આવી છે. આ બદલીથી ન્યાયતંત્રની ગરિમાને આંચ આવે છે. તેઓએ બદલીનો આદેશ પાછો ખેંચવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. વધુમાં ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના ઠરાવને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. તેમણે ૨૯ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ તમામ પ્રકારની કાનૂની કાર્યવાહીથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સાથે તેઓ સુપ્રીમ કોર્ટના ચીફ જાસ્ટિસ અને કોલેજિયમના સભ્યો સમક્ષ પણ રજૂઆત કરશે.૧૫૦ થી વધારે વકીલો કામગીરી થી દુર રહ્યા હતા.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
