તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th August 2025
અરવલ્લી જિલ્લામાંથી છ ટ્રેકટર-ટ્રોલી ભાડે રાખી ખેડુતોને વિશ્વાસમાં લઇ આર.સી. બુકની માત્ર નકલ બતાવીને ટ્રેકટરોનું વેચાણ કરનાર આરોપી ભાણવડમાં ઝબ્બે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૩૦: અરવલ્લી જિલ્લામાંથી છેતરપીંડી કરીને ટ્રેકટર લઈને અત્રેના જિલ્લામાં વેચાણ કરનાર ઈસમ દિલાવરભાઈ માજીદભાઈ શમા રહે.રણજીતપરા, રામેશ્વર પ્લોટ, ભાણવડવાળો હાલ રામેヘર પ્લોટમાં ટેલીફોન એક્સચેન્જની પાસે હાજર છે જેથી તુર્તજ ભાણવડ, રામેશ્વર પ્લોટમાં ટેલીફોન એક્સચેન્જની પાસે આવી આરોપીને કંઈ જાણ થાય તે પહેલા જ દિલાવર ઉર્ફે દિલો મજીદભાઈ ઓસમાણભાઈ શમા, સંધી, ઉ.વ.૫૦, ધંધો.ગેરેજમાં મેકેનીકલ તરીકે કામ રહે.ભાણવડ, રામેશ્વર પ્લોટ, ગામેતી પાનની બાજુમાં વાળાને એસ.ઓ.જી. ટીમે પકડી પાડી, પુછપરછ કરતા મજકુર ઈસમે અરવલ્લી જિલ્લાના બાયડ ખાતેથી અલગ અલગ ખેડુતો પાસેથી કુલ-૦૬ જેટલા ટ્રેકટરો ભાડેથી ચલાવવા રાખવાનું જણાવીને ટ્રેકટર અને ટ્રોલી અત્રેના જિલ્લામાં લઈ આવીને ભાણવડ વિસ્તારના અલગ અલગ ગામના ખેડુતોને વિશ્વાસમાં લઈ માત્ર આર.સી.બુકની નકલ બતાવીને કુલ-૦૬ જેટલા ટ્રેકટરો વેચાણ કરેલ હોવાનું અને તે બાબતે ચાલતા સ્કેમમાં ભાગ ભજવેલ હોવાનું જણાવી ગુન્હો કરેલાની કબુલાત આપતા આ બાબતે ખરાઈ કરી બાયડ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી આરોપીને બાયડ પોલીસ સ્ટેશનના ગુન્હાની તપાસના કામે કલમ ૩૫(૧)જે મુજબ અટક કરી આગળની તપાસ કાર્યવાહી માટે બાયડ પોલીસ સ્ટેશનની પોલીસને સોંપી આપેલ છે.
ઉપરોક્ત સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર કે.કે. ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ. કે.એમ. જાડેજા તથા એ.એસ.આઇ. હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, પો.હેડ.કોન્સ. જીતુભાઈ મેરામણભાઈ હુણ, નિર્મલભાઈ ભરતભાઈ આંબલીયા, નિતેશભાઈ દાનાભાઈ સાદિયા તથા પોલીસ કોન્સ.દિનેશભાઈ દેવશીભાઈ ચાવડા દ્વારા કરવામાં આવેલ.
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
