<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

જુનાગઢની શાળાઓ બહાર પોલીસ ડ્રાઇવ ૧૪૭ વિદ્યાર્થીઓ પાસેથી વાહનો કબ્‍જે

લાઇસન્‍સ વગર વાહન ચલાવતા નાની ઉમરના છાત્રોની સામે પોલીસની ઝુંબેશ સગીર બાળકોને વાહન ચલાવવા ન આપો SP ઓડેદરા

ઉપરોકત તસ્વીર મોતીબાગ વિસ્તારમાં વાહન ચેકીંગ કરતા સી ડીવીઝનના પીઆઇ વી.જે. સાવજ તથા હે.કો. પી.જે.વાળા અને ઇન્સેટ તસ્વીરમાં ઍસપી સુબોધ અોડેદરા તથા ડીવાયઍસપી હિતેષ ધાંધલ્યા નજરે પડે છે.(તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૩૦: જુનાગઢના રેન્‍જ પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ મજડીયા અને પોલીસ અધિક્ષકશ્રી સુબોધ ઓડેદરાની સુચનાથી ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાના માર્ગદર્શન હેઠળ પોલીસ ડ્રાઇવ ગોઠવવામાં આવેલ.

જુનાગઢ જીલ્લામાં સગીર વયના વાહન ચાલકોમાં લાઇસન્‍સ વગર વાહન ન ચલાવવા બાબતે સોશ્‍યલ મિડીયા જાહેર સમાચાર પત્રો તેમજ સ્‍કુલમાં આ બાબતે જાગૃતિ આવે તેવા પ્રયત્‍નો પોલીસ દ્વારા કરવામાં આવેલ હતા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને જાણ કરી ને તમામ શાળા સંચાલકો આ અંગે જરૂરી સુચના આપવામાં આવેલ હતી છતાં આ બાબતે કોઇ ગંભીરતા ન જણાતા ધ્‍યાને આવેલ કે હજુ પણ લાઇસન્‍સ વગર સગીર વયના બાળકો શહેરમાં વાહન ચલાવી રહયા છે.

જે અંગે જુનાગઢ જિલ્લાના તમામ પો.સ્‍ટે.માં જુદી જુદી સ્‍કુલ બહાર વાહન ચેકીંગ અંગે ડ્રાઇવનું આયોજન કરાયુ હતું અને એમવી એકટ મુજબ વાહન ડીટેઇનની કાર્યવાહી કરવામાં આવેલ.

જેમાં જુનાગઢ શહેરના સી ડીવીઝન પી.આઇ. વી.જે. સાવજ હે.કો. પી.જે.વાળા સહિતનાએ ૯૦ વાહનો સામે કાર્યવાહી કરેલ તેમજ ગ્રામ્‍ય ડીવીઝન ૯૦ વિસાવદર ૬, કેશોદ ૧૦, માંગરોળ ૧૮ મળી કુલ ૧૪૭ વાહનો ડીટેઇન કરાયા હતા.

જુનાગઢ જીલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ જનતાને અપીલ કરી જણાવ્‍યુ હતું કે તમારા બાળકની જીંદગી અમુલ્‍ય છે જો તે વગર લાઇસન્‍સે વાહન ચલાવે છે તો તે પોતાની જીંદગી તેમજ અન્‍ય લોકોની જીંદગી પણ જોખમમાં મુકી શકે છે. જેથી તેમને વાહન ચલાવવા ન આપો જો ભવિષ્‍યમાં આપના બાળકો વગર લાઇસન્‍સે વાહન ચલાવતા મળી આવશે તો તેમના વિરૂધ્‍ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા જણાવેલ.

(1:25 PM IST)