<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ઉના ભાજપના ઉપપ્રમુખ સહિત ૮ જુગાર રમતા ઝડપાયા

ગીર સોમનાથ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમનો દરોડો : વેપારીઓ સહિતના પાસેથી ૨.૬૫ લાખનો મુદ્દામાલ જપ્‍ત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૩૦: ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્‍ચની ટીમે જુગાર રમી રહેલા ઊના શહેર ભાજપ ઉપપ્રમુખ અને વેપારીઓ સહિત આઠ વ્‍યક્‍તિઓને ઝડપી લેતા શહેરમાં ચકચાર પ્રસરી છે. પોલીસે સ્‍થળ પરથી ૨.૬૫ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

ઉના શહેરમાં વેરાવળ રોડ પર આનંદવાડી સામે અશોકનગર આંબાવાડીમાં એક મકાનની સામે આવેલા ખુલ્લા ફળિયામાં હાર જીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગીર સોમનાથ એલસીબી અને પેરોલ ફર્લો સ્‍કવોડની ટીમે રેડ કરી હતી.

જુનાગઢ રેન્‍જ આઇ.જી.પી.શ્રી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષકશ્રી જયદિપસિંહ જાડેજા નાઓએ જીલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની જાળવણીના ભાગરૂપે જુગાર/પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવળતિ નેસ્‍તનાબુદ કરવા સુચના કરેલ હોય, જે અનુસંધાને એલ.સી.બી.ના પો.ઇન્‍સ. એમ.વી.પટેલ ના માર્ગદર્શન મુજબ પો.સબ.ઇન્‍સ. એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન પો.હેડ કોન્‍સ. ગોવિંદસિંહ વાળા, કમલેશભાઇ પીઠીયા, પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્‍કવોડના પો.હેડ કોન્‍સ. પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્‍સ. રવિરાજસિંહ બારડ નાઓને સંયુકત રીતે મળેલ બાતમી હકીકત આધારે ઉના શહેર વિસ્‍તારમાં અશોક નગર આંબાવાડી વિસ્‍તારમાં જુગાર અંગે રેઈડ કરી નીચે જણાવેલ ઇસમો વિરૂધ્‍ધ ઉના પો.સ્‍ટે. જુગારધારા મુજબ ગુન્‍હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે -(૧) વિમલ વેણીલાલ જવેરી,ઉ.વ..૫૦ ધંધો-વેપાર રહે- ઉના નાગર ચોક તા.ઉના, (ર) હરેશ વાલભાઈ ગૌસ્‍વામી,ઉ.વ.૫૮ ધંધો-વેપાર રહે-દેલવાડા મેઇન બજાર તા.ઉના (૩) ભાવિન ભીખુભાઈ કાનાબાર, ઉ.વ.૪૨ ધંધો-વેપાર રહે.-ઉના માલતદાર ઓફિસ સામે તા.ઉના (૪) અશોક હિમ્‍મતભાઈ દોમડીયા,ઉ.વ.૪૫ ધંધો-ખેતી રહે,-ઝુડવડલી ગામ, રામજીમંદિર પાસે તા.ગીર ગઢડા (૫) ભાજપ ઉપપ્રમુખ અલ્‍પેશ ધીરૂભાઇ ધકાણ, ઉ.વ.૪૮ ધંધો-વેપાર રહે.ઉના ઋષીતોયા સોસયટી તા.ઉના (૬) કેયુર રમણીકલાલ લાખાણી, ઉ.વ.૩૨ ધંધો-વેપાર રહે.  ડોળાસા ગામ, મેઇન બજાર તા.કોડીનાર (૭) ચીમન રામજીભાઈ વાઢેર, ઉ.વ.૪૯ ધંધો-વેપાર રહે. ઉના અશોક નગર આંબાવાડી શેરી, તા.ઉના (૮) રાજુ કાનાભાઇ ડાભી, ઉ.વ.૬૪ ધંધો-વેપાર રહે, ઉના, ગાયત્રી મંદિર પાસે તા.ઉનાની ઘરપકડ કરી છે.

આ કામગીરી કરનાર અધિ/કર્મચારીઓ એલ.સી.બી. પો.ઇન્‍સ. એમ.વી.પટેલ, પો.સબ ઇન્‍સ. એ.સી.સિંધવ, પો.હેડ કોન્‍સ. કમલેશભાઇ પીઠીયા, ગોવિંદસિંહ વાળા, પો.કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ગોહીલ તથા પેરોલ ફર્લો સ્‍કવોડના પો.હેડ કોન્‍સ. પ્રવિણભાઇ મોરી તથા પો.કોન્‍સ. રવિરાજસિંહ બારડ, ડ્રા.હેડ કોન્‍સ. પ્રકાશભાઇ સોલંકીએ કરી છે.

(11:48 AM IST)