તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 30th August 2025
ધ્રોલના વાગુદડમાં ૮ બોકડાની ચોરી પશુચોર તસ્કરો ત્રાટક્યા : એક માલધારીના વાડામાંથી આઠ નંગ બોકડા ની કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની પોલીસ ફરિયાદ : વાહનમાં આવીને તસ્કરો બોકડાની ચોરી કરી ગયાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની તપાસ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૩૦ : ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામમાં પશુ ચોરો ત્રાટક્યા હતા, અને એક માલધારીના પશુઓને બાંધવાના વાડામાંથી આઠ નંગ બોકડાની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે. ધ્રોલ પોલીસે સીસીટીવી કેમેરા ના આધારે તસ્કરો ને પકડવા માટે ની કવાયત શરૂ કરી છે.
આ ચોરીના બનાવની વિગત એવી છે કે ધ્રોળ તાલુકાના વાગુદડ ગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા ડાયાભાઈ પોલાભાઈ લાંબરીયા નામના ભરવાડ યુવાને ગઈકાલે ધ્રોલ પોલીસ મથકમાં આવીને ફરિયાદ નોંધાવી હતી, કે ગત ૨૫ મી તારીખે રાત્રિના તેના વાડામાંથી કોઈ તસ્કરો આઠ નંગ બોકડા ની ચોરી કરી લઈ ગયા નું જાહેર કર્યું હતું.
ભરવાડ યુવાનના વાડામાં ઘેટા બકરા રાખવામાં આવ્યા છે, અને પોતે માલ ઢોરનો વ્યવસાય કરે છે. દરમિયાન રાત્રીના સમયે કોઈ તસ્કરો આવ્યા હતા, અને વાડા માં લગાવેલું તાળું તોડી તેમાંથી આઠ પશુઓની ચોરી કરી લઈ ગયા હતા, જેથી મામલો ધ્રોળ પોલીસ મથકે લઈ જવાયો હતો.
વાડા ની નજીક ના વિસ્તારમાં એક સીસીટીવી કેમેરો લગાવેલો છે, જેમાં કોઈ વાહનમાં તસ્કરો આવ્યા હોવાનું ધ્યાનમાં આવતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે, અને ગણતરીના કલાકોમાજ ચોરી નો ભેદ ઉકેલાઈ જાય તેમ મનાઈ રહ્યું છે.
(11:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
