<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

ઉપલેટામાં ડો.તોગડિયાનુ તડ ને ફડ

 

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૩૦:  હિન્‍દુ જાગરણ અભિયાન અંતર્ગત ગઈકાલે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડીયા ઝેડ પ્‍લસ સુરક્ષા સાથે ઉપલેટામાં આવી પહોંચ્‍યા હતા ૧૪ વર્ષ બાદ ઉપલેટાની મુલાકાતે આવેલા ડો. તોગડીયાએ તેમના જુના સાથી કાર્યકરો સાથે વિચાર ગોષ્ઠી કરી હતી, આવતા પાંચ દાયકાની ચિંતા અત્‍યારથી જ કરવી જોઈએ હિન્‍દુઓએ બે કરતા વધુ સંતાનો પેદા કરવા પર ભાર મૂકયો હતો.

તા. ૧૬ થી ૩૦ ઓગસ્‍ટ સુધી ૬૧ તાલુકાના પ્રવાસે હિન્‍દુ જાગરણ અભિયાન અંતર્ગત સૌરાષ્‍ટ્રના પ્રવાસે રહેલા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો પ્રવીણભાઈ તોગડીયા ગઈકાલે ઉપલેટા શહેરમાં આવી પહોંચ્‍યા હતા

આ પ્રવાસ દરમિયાન તેમની સાથે આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના પ્રદેશ પ્રમુખ અને રાષ્‍ટ્રીય મહામંત્રી રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્‍ટ્ર પ્રાંતના અધ્‍યક્ષ ડો. ગોવિંદભાઈ ગજેરા, પ્રાંત પ્રચારક નિર્મળસિંહ ખુમાણ સહિત સૌરાષ્‍ટ્રના આગેવાનો જોડાયા હતા

     ડો. પ્રવીણભાઈ તોગડીયા એ રાણપરીયા પરિવારના ‘‘વળજભૂમિ'' નિવાસ ની મહેમાન ગતિ માણી

ગઈકાલે સૌરાષ્‍ટ્રના પ્રવાસે આવેલા આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના પ્રમુખ ડો. પ્રવીણભાઈ તોગડીયા એ ઉપલેટામાં વિહીપ ના પૂર્વ પ્રમુખ અને સામાજિક કાર્યકર ભરત રાણપરીયા પરિવાર ની શુભેચ્‍છા મુલાકાત લેતા કિરીટભાઈ રાણપરીયા સહિત પરિવારજનોએ આવકાર્ય હતા, ડો. તોગડિયાએ પરિવાર સાથે ના જુના સ્‍મરણો યાદ કર્યા હતા.

(12:09 PM IST)