News of Saturday, 30th August 2025
અપરિણિત હોઇ, સાથે રહેતા હોય ત્રાસ આપતા હોવાથી નિંદ્રાધીન હાલતમાં જ કાકાને ભત્રીજાએ જ મારી નાખેલઃ મઢડા ગામની હત્યાનો ભેદ ખૂલ્યો!!!

અમરેલી તા.૩૦: ગઇ તા.૨૬ ના મઢડા ગામે પાદરે કરલા ગામ જવાના જુના રસ્તે જીલુભાઈ ખોખાભાઈ વાઘોશી ઉ.વ. ૫૫ રહે.મઢડા, વાળાને કોઈ અજાણી વ્યક્તિએ કોઇપણ કારણોસર કોઇ તિક્ષ્ણ અથવા બોથડ હથિયાર વડે માથાના ભાગે તથા ડાબા હાથે ગંભીર ઇજાઓ કરી મોત નિપજાવી ગુનો કરેલ હોય જે અંગે ભત્રીજા બાબુભાઈ જેઠુડભાઈ વાઘોશી ઉ.વ.૪૭ રહે.મઢડા, પ્લોટ વિસ્તારએ ફરીયાદ જાહેર કરતા સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન એ ગુનો રજી. થયેલ.
અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ કરવામાં આવેલ. બનાવ સ્થળ તથા આજુ બાજુના વિસ્તારો ચેક કરવામાં આવેલ તેમજ મરણ જનારના પરીવાર તથા આજુ બાજુમાં રહેતા રહીશોની તપાસ કરવામાં આવેલ. તપાસ દરમ્યાન મરણ જનાર જીલુભાઈ ખોખાભાઈ વાઘોશીને તેના ભત્રીજા ઘોહાભાઈ સાથે અણબનાવ ચાલતો હોવાની હકિકત ધ્યાને આવેલ જે અન્વયે મજકુરની સઘન પુછ પરછ કરતા પોતે જ તેના કાકા જીલુભાઈ ખોખાભાઈ વાઘોશીનું ખૂન કરેલ હોવાની કબુલાત આપતા અનડીટેકટ ખૂનનો ગુનો ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી ઘોહાભાઈ બચુભાઈ વાઘોશી,ઉ.વ.૪૭ સામે કાર્યવાહી થઇ છે.
પોતે જણાવેલ કે જીલુભાઈ ખોખાભાઈ વાઘોશી અપરણીત હોય, પોતાની સાથે રહેતા હતા. થોડા સમય પહેલા ઘેટા બકરા વેચેલ તેના પૈસા આવેલ જે પૈસાથી તેમણે વાડામાં કામ કરાવેલ અને ભેંસો લાવેલ અને બાકીના પૈસા વાપરી ગયેલ. તેઓ અવાર નવાર પોતાની પાસેથી પૈસા લઈ જતા અને જો તેમને કાંઈ પણ પુછતા તો તે ભાગની જમીન વહેચી નાખવાનું કહેતા અને જેમ ફાવે તેમ વર્ણન કરતા અને અપશબ્દો બોલતા હતા. જેનો ખુબ ત્રાસ હોય, જેથી પોતાને અવાર નવાર તેમને મારી નાખવાનો વિચાર આવતો હતો. પોતે તથા પોતાના કાકા જીલુભાઈ વાડીએ એકલા હોય અને પોતાને મોકો મળતા રાત્રીના જીલુભાઈ ખાટલામાં સુતા હોય, તે વખતે કુહાડી અને લાકડાના બડીયા વડે માર મારી, જીલુભાઈનું મોત નિપજાવી અને જીલુભાઇની લાશ વાડીએથી ઉંચકીને ગામ બાજુ લઇ ગયેલ અને એક પાણી ભરેલ ખાડામાં નાખી દીધેલ છે .
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ઈ.ચા. મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરા તથા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પોલીસ ઇન્સ. પી.એલ.ચૌધરી તથા અમરેલી એલ.સી.બી. પો.સ.ઈ. કે.ડી.હડીયા તથા પો.સ.ઈ. એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઈ. આર.એચ.રતન તથા સાવરકુંડલા રૂરલ પો.સ.ઈ. બી.પી.પરમાર તથા અમરેલી એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ મકવાણા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા, તુષારભાઇ પાંચાણી, જયેન્દ્રભાઈ બસીયા, પરેશભાઈ દાફડા તથા સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
