<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

રિબડાના અમિત ખુંટ આપઘાતના કેસમાં સુસાઇડ નોટનો એફ.એસ.એલ.નો રિપોર્ટ કોર્ટમાં રજુ કરાયો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૩૦ઃ રાજકોટ ગ્રામ્ય ઍસ.પી વિજયસિંહ ગુર્જરે  જણાવ્યું હતું કે રીબડા અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સુસાઇડ નોટનું ઍફઍસઍલ રિપોર્ટ આવી જતા પોલીસે તંત્ર દ્વારા તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. 
આ કેસ ઇન્વેસ્ટિગેશનનો હોય વધુ કઈ જણાવી શકાશે નહીં કોર્ટમાં કેસ ચાલ્યે વધુ વિગતો બહાર આવશે અને આ કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક પણ થવા પામી છે. આ કેસમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધાયો છે અને ત્રણે હજી પોલીસ પકડથી બહાર છે તેવું કહ્નાં હતું.
અત્રે ઍ ઉલ્લેખનીય છે કે ચકચારી અમિત ખુટ- રીબડા આત્મહત્યા કેસમાં ગુજરાત સરકારની ઍન્ટ્રી થતા બહુચર્ચિત આ કેસમાં  ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના પ્રયત્નોથી સરકાર તરફથી વકીલ ચિંતન કે શાહની તથા  હિરેન ઍ પટેલની પબ્લિક પ્રોસિક્યુટર (પીપી) તરીકે નિમણુક નિમણૂક કરવામાં આવી છે જેથી અમિત ખુટ આત્મહત્યા કેસમાં હવે અમદાવાદ હાઈકોર્ટના ધારાશાસ્ત્રી સી કે શાહ સરકાર તરફથી લડત આપશે આમ આ કેસમાં ગોંડલના ધારાસભ્યશ ગીતાબા જે. જાડેજા દ્વારા જે ન્યાય અપાવવાની વાત હતી તે તેઓઍ સરકારમાં રજૂઆત કરી સાર્થક કરેલ છે 
 અમિતભાઈ ખૂટ આત્મહત્યા કેસમાં અમિતભાઈ દ્વારા સુસાઇડ નોટ લખવામાં આવી હતી જેમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેના પુત્ર રાજીદીપસિંહ જાડેજાના નામ લખવામાં આવ્યા હતા. પરિણામે ગોંડલ અને રીબડા વચ્ચે ચાલી રહેલ ગજગ્રાહ સમી તકરારમાં બંને પક્ષ તરફે ઍડી ચોટીના જોર લગાવવામાં આવી રહ્ના છે. 
સુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપ સિંહ ના નામ ખુલ્યા બાદ પોલીસે ગુનો પણ નોંધ્યો હતો અને ત્યારબાદ બંને પિતા પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જે આજે દિન સુધી પોલીસના હાથે આવ્યા નથી અને સોશિયલ મીડિયામાં આક્ષેપોના મારા ચાલી જ રહ્ના છે.(૨.૧૯)

(1:50 PM IST)