News of Saturday, 30th August 2025
સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી ઝાપટા વચ્ચે વાદળછાંયુ વાતાવરણ યથાવત
સર્વત્ર મિશ્ર વાતાવરણઃ બપોરના સમયે ગરમીની વધુ અસર

રાજકોટ તા. ૩૦ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર વાદળછાંયા વાતાવરણ વચ્ચે હળવો ભારે વરસાદ વરસી જાય છે. અને બપોરે ગરમીની અસર વધુ વર્તાઇ છે.
ભાવનગર
(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર :.. ભાવનગર જિલ્લાના મહુવામાં બે ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા ઝાપટા વરસી ગયા હતા.
મહુવામાં ૫૧ મી.મી. વરસાદ પડતા મહુવાનો મોસમનો કુલ વરસાદ ૭૭૭ મી.મી.(૩૧ ઈંચ) થયો છે. મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસતા પાકને જીવતદાન મળવા સાથે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાય છે.
જ્યારે ભાવનગર શહેર અને જિલ્લાના ઘોઘા , સિહોર, તળાજા , ગારીયાધાર, જેસર, પાલીતાણા પંથકમાં વરસાદના હળવા ઝાપટા વરસી ગયા છે.
વિંછીયા
(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા : વિંછીયા માં ગઇકાલે સાંજના પ-૩૦ વાગે સખ્ત ગરમી ઉકળાબાદ વરસાદ શરૂ થયો હતો. જે અડધોથી પોણો કલાકમાં અડધો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. તેથી રોડ રસ્તા ઉપર પાણી વહી ગયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર : બાંજરા સંશોધન કેન્દ્ર, જામનગર, તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૬, મહત્તમ તાપમાન ૩ર.૬, ભેજનું પ્રમાણ ૮૭, પવનની ગતિ ૬.૬ કિ. મી. રહી હતી.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
