<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th August 2025

જામનગર(ગ્રામ્ય)-કાલાવડ તાલુકાઓમાં દિવાળી-નૂતનવર્ષના તહેવારોમા હંગામી ધોરણે ફટાકડા વેચાણનું લાયસન્સ મેળવવા ૨૦ સપ્ટેમ્બર સુધીમાં અરજદારો અરજી કરી શકશે

દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તો તે આખરી ગણાશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૩૦ : જામનગર(ગ્રામ્ય) તાલુકા તથા કાલાવડ તાલુકામાં આગામી દિવાળી - નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ / વેચાણ માટે હંગામી પરવાનાની જરૂરીયાત હોય તેવી વ્યકિતઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર-પુરાવાઓ સાથેની અરજી ફોર્મ મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, જામનગર(ગ્રામ્ય)ની કચેરી, મહેસુલ સેવાસદન, પહેલો માળ અને મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટશ્રી, કાલાવડની કચેરી ખાતે તા.૨૦/૦૯/૨૦૨૫ સુધીમાં રજુ કરવાની રહેશે. બાદમાં નિયમોનુસાર તપાસનીશ અધિકારીશ્રીઓના અભિપ્રાયો મેળવી પરવાનો આપવા અંગેની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ અંગેના અરજી ફોર્મ જામનગર (ગ્રામ્ય) તથા કાલાવડ મામલતદારશ્રીઓની કચેરીમાંથી મળી શકશે.

તા. ૨૦/૦૯/૨૦૨૫ બાદ રજુ થયેલ ફટાકડા સંગ્રહ/વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈ પણ સંજોગોમાં વિચારણામાં લેવામાં આવશે નહી. દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકારશ્રી દ્વારા અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તો તે આખરી ગણાશે. તે બાબતને ધ્યાને લેવા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી જામનગર(ગ્રામ્ય)ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(3:17 PM IST)