News of Saturday, 30th August 2025
વાડીનારના પુરાણા ગામે યુવાને પોલીસના કથિત ત્રાસથી ઝેરી દવા પી લેતા મૃત્યુ મામલે બે પોલીસ જમાદારોને સસ્પેન્ડ કરાયા
પીઆઇની પોલીસ તપાસની રચના કરવાની સાથે તપાસનો આદેશ આપ્યા પછી જિલ્લા પોલીસવડાની મોટી કાર્યવાહી

( કૌશલ સવજીયાણી દ્વારા ) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પોલીસ સ્ટેશનના પુરાણા ગામે એક રાજપૂત યુવાનના દ્વારા પોલીસના કથિત ત્રાસથી ઝેરી દવા પી જતા મૃત્યુ થવાના બનાવમાં જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા દ્વારા પીઆઇની પોલીસ તપાસની રચના કરવાની સાથે તપાસનો આદેશ આપ્યા પછી આજે તાકીદની અસરથી આ વ્યક્તિને મારવાની કામગીરીમાં સંકળાયેલા પદુભા તથા કરશનભાઈ નામના બે પોલીસ જમાદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા પોલીસ બેડામાં સોપો પડી ગયો છે
(7:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
