<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

અમરેલી રોડ પર ભવાનીનગર રોડ પર જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત આઠ જુગારી ઝડપાયા

પોલીસે રોકડ રૂપિયા ૧૨,૬૫૦ જપ્ત કર્યા

મોરબીઃ અમરેલી રોડ પર ભવાનીનગર રોડ પર જાહેરમાં જુગાર રમતી મહિલાઓ સહીત આઠ જુગારીને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વિસીપરા અમરેલી રોડ પર ભવાનીનગર રોડ પર બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા બેચર ખેંગારભાઈ ધોળકીયા, નવઘણ લાભુભાઈ દારોદ્રા, કિશન સુખાભાઈ હળવદિયા, શારદાબેન મનુભાઈ ભોજવિયા, ચંપાબેન ચંદુભાઈ શેખાણી, જોશ્નાબેન વિનોદભાઈ ભોજવિયા, સોનલબેન ધનજીભાઈ કુરીયા અને રંજનબેન ભરતભાઈ ભોજવિયા એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૧૨,૬૫૦ જપ્ત કરી છે


 

(10:51 AM IST)