<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 31st August 2025

બિહારમાં કોંગ્રેસની રેલીમાં વડાપ્રધાનના માતાને અપશબ્દો બોલતા જામનગરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

સાંસદ, ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી ના પૂતળા દહન કરવાનો કર્યો પ્રયાસ

જામનગર : બિહારમાં કોંગ્રેસની રેલીમાં વડાપ્રધાનના માતાને અપશબ્દો બોલતા ભાજપનું વિરોધ પ્રદર્શનયોજાયું હતું . વિરોધ પ્રદર્શન દરમિયાન  સાંસદ, ધારાસભ્ય સહિતના ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી ના પૂતળા દહન કરવાનો  પ્રયાસ  કરાયો હતો 

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ તેમજ આર.જે.ડી.ની સભામાં થયેલ અભદ્ર ટિપ્પણીને લઈને ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન  કરાયું હતું 
રાહુલ ગાંધી અને કોંગ્રેસ માફી માગે તેવી માંગ સાથે ભાજપનું વિરોધ પ્રદર્શન   થયું હતું 
જામનગરના શહેર ભાજપ કાર્યાલય ખાતેથી સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યશ અકબરી, રિવાબા જાડેજા સહિતના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા  હતા 
રાહુલ ગાંધીના પૂતળા સાથે વિરોધ કરવા નીકળેલા ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી સર્જાઈ  હતી 
રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરે તે પહેલા જ પોલીસે ભાજપના કાર્યકરોની અટકાયત કરી હતી ( તસવીરો : કિંજલ કારસરીયા, જામનગર) 

(5:32 PM IST)