<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

કચ્છના રવેચી માતાજીના ભાતીગળ મેળામાં માનવ મહેરામણ ઊમટયું

પાંડવ કાલીન આસ્થાનું પ્રતીક, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, રાજસ્થાન, મુંબઈ, પુના ઉપરાંત કચ્છભરમાંથી શ્રદ્ધાળુઓ દર્શને પહોંચ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧ : પૂર્વ કચ્છમાં મા રવેચીના બેસણા છે. અહીં ભાદરવા સુદ આઠમ ના દિવસે પરંપરાગત રીતે ભાતીગળ મેળો યોજાય છે. વાગડ વિસ્તારના રાપર તાલુકાના રવ ગામે આવેલ પાંડવકાલીન  સુપ્રસિદ્ધ યાત્રાધામ રવેચી માતાજીના આ મંદિરે કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર મુંબઇ પુના દક્ષિણ ગુજરાત ઉતર ગુજરાત રાજસ્થાન ખડીર સહિત ના લોકો મેળો માણવા ઉમટયા હતા મેળા માં ચકડોળે ખાણી પીણી ના સ્ટોલ રમકડાં તથા મનોરંજનને લગતા સ્ટોલ જોવા મળ્યા હતા રાતે જાણીતા સૌરાષ્ટ્ર કચ્છ ના કલાકારો એ સંતવાણી રજુ કરી હતી જેમાં એકઠો થયેલ ફાળો મંદિર ની ગાયો માટે વાપરવામા આવશે મેળામાં ગામઠી પહેરવેશ મા રબારી પાટીદાર ક્ષત્રિય તથા આંજણા ચૌધરી સમાજ ની બહેનો તથા પુરુષો પરંપરાગત પહેરવેશ માં જોવા મળ્યા હતા સમગ્ર વ્યવસ્થા મંદિર ના મહંત હિરાગીરી ગુરુ ગંગાગિરી બાપુ ના માર્ગદર્શન હેઠળ રવેચી મિત્ર મંડળ તથા સેવક ગણ એ સંભાળી હતી મેળા દરમિયાન રાજકીય અને સામાજિક આગેવાનો  રાપર નગરપાલિકા ના પ્રમુખ ચાંદભાઈ ભીંડે જિલ્લા પંચાયત ના સદસ્ય રાજુભા જાડેજા ગોડજી ભટ્ટી રાપર નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ લક્ષમણસિંહ સોઢા  ભિખુભા સોઢા ડોલરભાઈ ગોર વાડીલાલ સાવલા તલાટી હિતેશ પ્રજાપતિ કેશુભા વાઘેલા મેહુલ ભાઈ જોશી ઉમેશ ભાઈ સોની હકુમતસિંહ સોઢા મેહુલ ભાઈ રૈયા પ્રકાશ રાજગોર  સુરજ રાજગોર સુરેશ ભાઈ સોલંકી વાસુદેવ જોશી  મનસુખ ભાઈ ઠક્કર હકુમતસિંહ સોઢા મહેશ સુથાર ચીફ ઓફિસર તરુણદાન ગઢવી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા રાપર એસટી ડેપો દ્વારા મુસાફરોને આવવા જવા માટે ૩૩ વાહનો ની વ્યવસ્થા કરવામાં આવી હતી વિભાગીય નિયામક એન.એસ.પટેલ રાપર ડેપો મેનેજર જે.બી.જોશી એ સંભાળી હતી મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના વડપણ હેઠળ રાપર પીઆઈ જે.બી .બુબડીયા ખડીર પીઆઇ એમ.એન.દવે આડેસર પીઆઈ જે.એમ.વાળા સહિત પૂર્વ કચ્છ એલસીબી પીઆઈ એન.એન.ચુડાસમા પીએસઆઇ ડી.જી.પટેલ સહિત પોલીસ હોમગાર્ડ મહિલા પોલીસ સહિત નો સ્ટાફ તૈનાત કરવા મા આવ્યો હતો મેળા દરમિયાન રાપર તાલુકા મામલતદાર એચ.બી વાઘેલા  નાયબ મામલતદાર બી.જે.ચાવડા વહિવટી તંત્ર દ્વારા સ્ટોલ ઉભા કરવા મા આવ્યાં હતા.(તસ્વીરો: મુકેશ રાજગોર, રાપર)

(9:35 AM IST)