<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

જૂનાગઢ પાસે કાર ટ્રકની પાછળ ટકરાતા રાજકોટના મહિલા, યુવાનનું મૃત્‍યુ

માળીયાથી પરત રાજકોટ આ કાફલો જતો હતો ત્‍યારે અક્‍સ્‍માત સર્જાયો, ૧ને ઇજા

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃ તા. ૦૧,જૂનાગઢ પાસે રાજકોટના પરિવારની કાર ટ્રકની પાછળ ટકરાતા ગમફવાર અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતથી ૩ વ્‍યક્‍તિને ગંભીર ઇજા થતા જુનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા જેમાં મહિલા, યુવાનનું મળત્‍યુ નિપજ્‍યું હતું.

આ અક્‍સ્‍માતની વિગતો એવી છે કે, રાજકોટમાં રામેશ્વર પર્ક રામેશ્વર મેઇન રોડ રામેશ્વર હોલ સામે નાણવટી ચોકની બાજુ  રહેતા રફીકભાઇ શેરમહમંદભાઇ રહીશ ઉ.વ. ૫૪ તેમના પત્‍ની ફરીદાબેન ઉં. વ. ૫૫ તથા મિત્ર મહેશગીરી ભીખુગીરી ગોસ્‍વામી ઉં. વ. ૩૫ મહેશગીરીની જીજે ૦૬ સીડી ૦૭૦૦ નંબરની કારમાં  માળીયાહાટીના ગયા હતા. અને સાંજે રાજકોટ પરત જવા માટે નીકળ્‍યા હતા ત્‍યારે વધાવી ગામ પાસે નવા બાયપાસ રોડ પર આગળ જતાં જીજે ૦૨ એકસએક્‍સ ૧૦૬૩ નંબરના ટ્રકના ચાલકે તેનો ટ્રક ડિવાઈડર પાસે ઉભો રાખી દેતા ટ્રકની પાછળ કાર અથડાઈ હતી.

આ અકસ્‍માતમાં રફીકભાઇ શેરમહમંદભાઇ રહીશ,  તેમના પત્‍ની ફરીદાબેનતથા મિત્ર મહેશગીરી ભીખુગીરી ગોસ્‍વામીને ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર માટે ખસેડવામાં આવ્‍યા હતા. સારવાર દરમિયાન ફરીદાબેન અને મહેશગીરીનું મળત્‍યુનું મળત્‍યુ નિપજ્‍યું હતું.

આ અકસ્‍માત અંગે રફીકભાઇ શેરમહમંદભાઇ રહીશની ફરિયાદ લઈ તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી પીએસઆઇ એસ. કે. ડામોરે તપાસ હાથ ધરી હતી.(૩પ-૮)

(10:56 AM IST)