News of Monday, 1st September 2025
ગોંડલના પાટીદળમાં ફેક્ટરીમાં પડી જતાં યુપીના મનિષનું મોત
નવ દિવસની સારવાર બાદ રાજકોટમાં મૃત્યુ

રાજકોટ તા. ૧: ગોંડલના પાટીદળ ગામે યુનિટી સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતાં મુળ યુપીના મનિષ શ્રીરામભાઇ યાદવ (ઉ.વ.૨૯) નામના યુવાનનું ફેક્ટરીમાં કામ કરતી વખતે પડી જતાં ઇજા થવાથી મૃત્યુ થતાં મજૂર પરિવારોમાં શોક છવાઇ ગયો હતો.
મનિષ યાદવ ગત તા. ૨૧ના રોજ ફેક્ટરીમાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે પડી જતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ ગત સાંજે તેનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગોંડલ તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર મનિષ ચાર ભાઇમાં મોટો હતો. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધી માટે યુપી લઇ જવાયો હતો. (૧૪.૬)
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
