તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
પોરબંદરમાં પૂ. રમેશભાઇ ઓઝાના પ્રાગટય દિવસની સેવા દિવસ તરીકે ઉજવણી
શ્રી રાધા અષ્ટમીના પાવન દિવસે સાંદીપનિ પરિવાર દ્વારા ધાર્મિક, આધ્યાત્મિક કાર્યક્રમો સાથે અન્નદાન, વિદ્યાદાન, મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧ :.. રાષ્ટ્રીય સંત પરમ ભાગવતકાર, શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ સેવાદિવસ અનેકવિધ સામાજિક તથા સેવાકીય પ્રવળત્તિઓ દ્વારા ઉજવવામાં આવ્યો હતો.
તા. ૩૧મી ઓગષ્ટના એ પૂજ્ય ભાઇશ્રી શ્રીરમેશભાઈ ઓઝાનો પ્રાગટય દિવસ પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે શ્રીરાધાષ્ટમીના પાવન દિવસે સેવાદિવસ તરીકે સાંદીપનિ વિદ્યાનિકેતન અને દેશ તથા વિદેશમાં વસતાં બળહદ સાંદીપનિ પરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો, અન્નદાન, વિદ્યાદાન, મેડિકલ કેમ્પસ, વળક્ષારોપણ જેવા અનેક સામાજિક સેવાકીય કાર્યો દ્વારા ઉજવવામાં આવ્યો.
શ્રીહરિ મંદિરમાં વર્ધાપનપૂજા
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટય દિવસના પાવન દિવસે
પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુ અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવા સંકલ્પથી શ્રીહરિ મંદિરમાં શ્રી ગૌતમભાઈ ઓઝા દ્વારા વિધિવત્ વર્ધાપનપૂજન વિધિ કરવામાં આવી હતી. આ પૂજાવિધિમાં સાંદીપનિ ઋષિકુળના અધ્યાપકો પણ જોડાયા હતા.
આ સિવાય સાંદીપનિ પરિસરમાં આવેલા શ્રી સૌમ્ય ભૈરવજી મહારાજની પૂજ્ય ૧૧૦૦ બિલ્વપત્ર અર્પણ કરીને વિશેષ પૂજા કરવામાં આવી.
યજ્ઞસેના દ્વારા
બિલ્વાર્ચન અભિષેક
આ સાથે યજ્ઞસેના દ્વારા પૂજ્ય ભાઈશ્રીના દીર્ઘાયુની કામના માટે યજ્ઞેશ્વર સુંદરેશ્વર મહાદેવને ૧૦૦૮ બિલ્વાર્ચન સાથે રુદ્રાભિષેક કરવામાં આવ્યો તેમજ ૬૮ દીપ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા તથા અંધગુરુકુળ તથા વળદ્ધાશ્રમમાં સત્સંગ અને સ્તુતિપાઠ કરવામાં આવ્યા હતા.
સેવાકીય પ્રવળત્તિઓ
પૂજ્ય ભાઈશ્રીના પ્રાગટય દિવસ સેવાદિવસ નિમિત્તે સાંદીપનિ પરિસરમાં આવેલ સંસ્કળત પાઠશાળામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં પૂજ્ય ભાઈશ્રીના અનુજ શ્રીગૌતમભાઈ ઓઝા સહિત, સાંદીપનિના અધ્યાપક ગણ, ઋષિકુમારો દ્વારા તેમજ પોરબંદર શહેરના અન્ય લોકો દ્વારા સેવાભાવપૂર્વક રક્તદાન કર્યું હતુ. આ કેમ્પ દરમિયાન ૬૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યુ હતુ.
સ્વચ્છતા અભિયાન
સેવાદિવસના અવસરે પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી પોરબંદર શહેરમાં આવેલ સુદામા મંદિર પરિસરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનના ઋષિકુળ અને ગુરુકુળના વિદ્યાર્થીઓ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. વિદ્યાર્થીઓએ સુદામા મંદિર પરિસરમાં સફાઈ અભિયાન યોજીને એકઠા થયેલા કચરાનો નિકાલ કર્યો હતો.
પોરબંદરની સંસ્થાઓમાં
મિષ્ટાન્ન ભોજન સેવા
પૂજ્ય ભાઇશ્રીના પ્રાગટયોત્સવ સેવાદિવસ નિમિત્તે પોરબંદરની અનેક સંસ્થાઓમાં સાંદીપનિ સંસ્થા દ્વારા મિષ્ટાન્ન ભોજન આપવામાં આવ્યું હતું. જેમાં પ્રાગજી આશ્રમમાં રહેતા તમામ મનોરોગીઓને, પોરબંદરની શિશુકુંજના તમામ બાળકોને, અંધવળદ્ધાશ્રમ તથા અંધબાળકોને, તિરુપતિ અન્નક્ષેત્રમાં, તથા ભગવતી અન્નક્ષેત્રમાં અનેક જરુરિયાતમંદ લોકોને મિષ્ટાન્ન ભોજન આપવામાં આપવામાં આવ્યું હતું.
વળક્ષારોપણ
વળક્ષારોપણ અને પર્યાવરણનું જતન કરવું એ પૂજ્ય ભાઈશ્રીનો હંમેશા રુચિનો વિષય રહ્યો છે. આ સેવાદિવસના અવસરે સાંદીપનિ પરિસરમાં સાંદીપનિ છાત્રાલયના ગુરજન તથા ઋષિકુમારો દ્વારા બહોળી સંખ્યામાં વળક્ષારોપણ કરવામાં આવ્યું.
પોરબંદરની અન્ય સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવળત્તિઓ
રાશનકિટનું વિતરણ
પોરબંદર શહેરના સામાજિક અગ્રણી પ્રવીણભાઈ ખોરાવા અને તેમની સંસ્થા દ્વારા આ વર્ષે પૂજ્ય ભાઈશ્રીના ૬૮વર્ષ પૂરા થયા હોય પોરબંદર શહેરની જરુરિયાતમંદ ૬૮ દીકરીઓને રાશનકિટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
ઓમ ગ્રુપ ઓફ પોરબંદર
દ્વારા દ્વારકાયાત્રા
પૂજ્ય ભાઈશ્રીના પ્રાકટયોત્સવ સેવાદિવસ નિમિત્તે ઓમ ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા પોરબંદર શહેરની મહિલાઓને નિઃશુલ્ક દ્વારકાયાત્રા કરાવવામાં આવી હતી. જેમાં અનેક મહિલાઓએ દ્વારકાયાત્રામાં જોડાઈને ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લીધો હતો.
આ સેવાદિવસના વિશેષ અવસરે શ્રી ગૌતમભાઈ ઓઝા, સાંદીપનિ પરિવારના અતિથિઓ, સંસ્કળત પાઠશાળા અને ગુરુકુળના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સિવાય આ સેવાદિવસ નિમિત્તે સાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થા સહિત પોરબંદરની સંસ્થાઓએ, દેશ-વિદેશમાં વસતા સાંદીપનિના બળહદપરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો તથા અન્નકિટ વિતરણ, વિદ્યાદાન, મેડીકલ કેમ્પસ, વળક્ષારોપણ ગૌસેવા, જરુરિયાતમંદોને રાશનકિટ વિતરણ, ભોજન સેવા જેવા અનેકવિધ સેવાકીય અને સામાજિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. (તસ્વીર :- મુકેશ વાઘેલા -જુનાગઢ)

(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
