News of Monday, 1st September 2025
ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુર, દ્વારકા વિસ્તારમાં જૂગાર દરોડાઃ ૭પ ઝડપાયા

જામ ખંભાળિયા તા. ૧ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પોલીસ દ્વારા ખંભાળિયા વિસ્તારમાં પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના મુજબ શનિવારે રાત્રે હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, હરપાલસિંહ જાડેજા અને ખીમાભાઈ કરમુરને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાડથર ગામમાં આવેલી એક બેંક પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જેસા રણમલ ગોજીયા, રામ નથુ કંડોરીયા, સાજણ દુદા કેશરીયા, રમેશ નથુ કંડોરીયા, ગોવિંદ હમીર કેશરીયા, સંજય હમીર મુંધવા, અને હેમંત સામત કરમુર નામના સાત શખ્સોને ઝડપી લઇ, રૂ. ૫૦,૩૦૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ડીવાયએસપી વી.પી. માનસેતાની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા ભાવિનભાઈ સચદેવ અને નાગડાભાઈ રુડાચની બાતમી પરથી ખંભાળિયા તાલુકાના મોટા માંઢા ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારની મોજ માણી રહેલા મુકેશ ટપુ પરમાર, ગોપાલ બાબુ રાઠોડ, ભીમા નાથા બગડા, અને અનોપસિંહ નવલસિંહ સોઢા નામના ચાર શખ્સોને રૂ. ૧૪,૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.
આ દરોડા દરમ્યાન સંજય જલા રાઠોડ, જયેશ જલા રાઠોડ, મયુરસિંહ કનુભા જાડેજા, હકુભા મહોબતસિંહ ઝાલા, સંજય સામા નકુમ, મુકેશ સામા નકુમ, લખુ રામા નકુમ, દિનેશ ભીમા બગડા અને સહદેવસિંહ મનુભા જાડેજા નામના નવ શખ્સો ફરાર થઈ ગયા હતા.
તાલુકાના ખજુરીયા ગામેથી પોલીસે રાત્રિના અઢી વાગ્યે જુગાર દરોડો પાડી, લેમ્પના અજવાળે પાનાં ટીંચતા ખીમા નારણ નંદાણીયા, દેવાત વજસી નંદાણીયા, જેસા રામ નંદાણીયા, નારણ હરદાસ નંદાણીયા, વજુ ભીખા સુવા, ધરણાંત ખીમા ચંદ્રવાડીયા અને દેવાત વજશી બેરા નામના સાત શબ્દોને રૂ. ૨૯,૯૮૦ ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.
તાલુકાના ભાડથર ગામેથી દેવશી ભીખા જોગલ, વેજાણંદ વિરમ સઠીયા, અજુ રામશી જોગલ, ભાવિન દેવશી જોગલ, રાણા દેવાણંદ ગામણા, રણમલ પીઠા ગોજીયા અને ઘેલુ સવદાસ સઠીયા નામના શખ્સોને જુગાર રમતા રૂપિયા ૨૪,૮૯૦ ના મુદ્દામાલ સાથે જ્યારે લાલુકા ગામેથી મધ્યરાત્રિના સમયે પોલીસે રામદે રાણા બોદર, ભાયા કાના કરમુર અને હમીર ભીખા ભૂંડીયા નામના ત્રણ શખ્સોને ૪૮૬૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન કારુ ભીખાભાઈ, રણમલ અરજણ ભુંડિયા, પિયુષ રાઠોડ વાણંદ અને અલુ દેશુર બંધિયા નામના ચાર શખ્સો નાસી છૂટવામાં સફળ થયા હતા.
ગામ નજીકથી ડીવાયએસપી સ્ટાફ દ્વારા મધ્યરાત્રીના સમયે કરવામાં આવેલી જુગાર દરોડાની કાર્યવાહીમાં તીનપત્તી નામનો જુગાર રમી રહેલા ડાડુ થારીયા સાખરા ગઢવી, હરદાસ રણમલ સાખરા, બુધા કરસન રાઠોડ, દેવુ ભીખા સાખરા, માલદે વરજાંગ સાખરા અને હરીશ ભાણા કણજારીયા નામના છ શખ્સોને ઝડપી લઇ રૂ. ૬૦,૫૦૦ ની રોકડ રકમ તથા મોબાઈલ ફોન અને બે મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૩૦,૭૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
આ જ વિસ્તારમાં આ જ સમયે અન્ય એક દરોડામાં અરજણ પરબત રાઠોડ, કેશુ ભીખા નકુમ, મચ્છા પેથા રાઠોડ, કુરજી વશરામ જાદવ, ભરત વલ્લભ કણજારીયા અને ગઢવી કુંભા ભલા ભીંડા નામના છ શખ્સોને રૂપિયા ૬૨,૫૦૦ ની રોકડ રકમ તથા છ નંગ મોબાઈલ ફોન અને મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૧૩,૨૦૦ ના મુદ્દામાલ સાથે દબોચી લેવામાં આવ્યા હતા.
કલ્યાણપુર પોલીસે ગાંધવી ગામેથી સુરેશભારતી નારણભારતી ભારતી નામના ૪૩ વર્ષના શખ્સ દ્વારા પોતાના મિત્રના રહેણાંક મકાનમા બહારથી માણસો બોલાવીને અંગત ફાયદા માટે નાલ ઉઘરાવીને રમાડાતા જુગાર પર દરોડાની કાર્યવાહી કરી હતી. જેમાંથી પોલીસે સુરેશભારતી નારણભારતી સાથે લખુ ગીગા ગોઢાણીયા, સવદાસ ઉર્ફે એસ.કે. કારા ગોઢાણીયા, રામગર જસમતગર રામદતી, મયુરગર કેશવગર રામદતી, દેવાણંદ ધાના ગોજીયા અને ભારતીબેન જયદીપ વાઢેરને રૂપિયા ૪૪,૫૦૦ ની રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૧,૨૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
નંદાણા ગામેથી શનિવારે સાંજે હરદાસ કરસન આંબલીયા, જમન રામજી નકુમ, રણમલ લખમણ ચાવડા અને ભીમશી પાલા જોગલ નામના ચાર શખ્સો જુગાર રમતા કુલ રૂ. ૫૪,૩૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.
દ્વારકાથી ૧૮ કિલોમીટર દૂર અણીયારી ગામની સરકારી શાળા પાસે રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમયે સ્ટ્રીટ લાઇટના અજવાળે ગંજીપાના વડે જુગાર રમતા માણસીભા કરમણભાઈ સુમણીયા, લાખાભા ભીખાભા સુમણીયા, લાખાભા ઉર્ફે લખન કાનાભા સુમણીયા, કાનાભા નંઢાભા સુમણીયા અને દેવાભા સાજણભા સુમણીયા નામના પાંચ શખ્સોને રૂપિયા બાર હજાર ત્રણસો પચાસની રોકડ રકમ સહિત ૪૨,૩૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. આ દરોડા દરમ્યાન કરસન ગદવા રબારી નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો.
લાંબા ગામેથી રાત્રિના સમયે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા આસિફ મુસા વસા, જાવેદ આદમ કેર, કારૂ ધરણાંત ચેતરીયા, રાજુ અભુ માણેક, ચિરાગ હસમુખ સચદેવ, પુનરાજ માલા રબારી અને નુંઘા પાલા ચેતરીયા નામના સાત શખ્સોને જુગાર રમતા રૂ. ૧૧,૬૦૦ ના મુદ્દામાલ સાથે સ્થાનિક પોલીસે ઝડપી લીધા હતા. અન્ય એક દરોડામાં નરસંગ ટેકરી વિસ્તારમાંથી સમૈયાભા ઉર્ફે કિશન જોધાભા સરીયા, ભુટા ભીખા સુમણીયા વેજાભા માયાભા અને આશાભા અમલાભા માણેક નામના ચાર શખ્સોને રૂ. ૪,૩૨૦ ના મુદ્દામાલ સાથે તેમજ બારડીયા ગામેથી હિતેશ મૂળજી ડાભી અને કારાભા રાજપારભા માણેક નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર ઉપર એકી-બેકીનો જુગાર રમતા રૂ. ૧,૧૧૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.
ભાણવડ પોલીસે મધ્ય રાત્રીના સમયે એક રહેણાંક મકાનની બહાર લેમ્પના અજવાળે રોન પોલીસ નામનો જુગાર રમતા રામ લખમણ સાંજવા, પાલા દેવશી કરમુર, નથુ દેવશી કરમુર, મસરી રામા કરમુર, સામત સાજણ સાંજવા અને હિતેશ જેઠા કરમુર નામના છ શખ્સોને રૂ. ૧૧,૦૫૦ ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા. ભાણવડ તાલુકાના મોડપર ગામેથી પોલીસે મુકેશ મનસુખ પુરોહિત, રામા અરસી સુવા, ભીખા નાથા ભોચીયા અને પરસોતમ કાનજી પુરોહિતને જુગાર રમતા રૂપિયા ૧૦,૨૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
