<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

પ થી ૯ સપ્‍ટેમ્‍બર નવો વરસાદી રાઉન્‍ડ

શું ગુજરાત માટે આ અંતિમ વરસાદી રાઉન્‍ડ હશે?

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧: ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે એ અંગે હજુ કોઇ નકકર આધાર મળતો નથી ત્‍યારે ગુજરાતમાં ખાસ કરી, સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં જે હજુ થોડી વરસાદી અછત જોવા મળી રહી છે ત્‍યારે કંઇક આધારભૂત ગણી શકાય તેવા ગુજરાતી વેધર એનાલિસીસ્‍ટો પૈકી એક બીબીસી ગુજરાત માધ્‍યમના એક દિપક પણ છે કારણ કે તેઓ આઇએમડી ઉપરાંત વિવિધ વેધર મોડેલોના અભ્‍યાસ બાદ અભ્‍યાસુ વરતારો આઇએમડીના આધાર સાથે કરતા હોય છે.

હાલ તેણે પોતાના છેલ્લા વર્તારામાં ગુજરાતમાં નવા વરસાદી રાઉન્‍ડની તારીખ ૪ થી ૧૦ જણાવી છે. જો કે આઇએમડીના મોડેલ મેપ અનુસાર ૪ થી ૯ યોગ્‍ય ગણી શકાય. ગુજરાતમાં ખાસ કરી સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં તો આ સમયમાં અતિભારે વરસાદી રેડ કલર જોવા મળે છે. અને જો દર્શાવાયેલા મુજબ જ સૌરાષ્‍ટ્રમાં વરસાદ વરસે તો જળપ્રલય જેવું   વાતાવરણ    જોવા   મળી   શકે.

(11:52 AM IST)