<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st September 2025

જામનગરના નભોમંડળ માં આ વર્ષ નું અંતિમ ખગ્રાસ ચંદ્ર ગ્રહણ ૭, નવેમ્બરે રાતે નરી આંખે જોઈ શકાશે

આગામી રવિવારે ૭ મી સપ્ટેમ્બરે થનારું સંપૂર્ણ ચંદ્રગ્રહણ પૃથ્વી પરના ૭ અબજ થી વધારે ૮૫ ટકા માનવ વસ્તી નિહાળી શકશે

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા ૧ :  જામનગરના નભો મંડળમાં આગામી ૭ નવેમ્બર ને રવિવારના રાત્રિના વર્ષ -૨૦૨૫ નું અંતિમ અને સંપૂર્ણ ચંદ્રગ્રહણ નરી આંખે નિહાળી શકાશે. ૭મી ના રાત્રે ૯ વાગ્યાને ૫૭ મિનિટે ચંદ્રગ્રહણની આંશિક શરૂઆત થશે, અને ધીમે ધીમે તેનો રંગ બદલાશે રાત્રિના ૧૧.૦૦ કલાકે પૂર્ણ ચંદ્રગ્રહણની શરૂઆત થશે, અને સંપૂર્ણ "લાલ બ્લડ મુન' ના રંગે દેખાશે, જે વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ નિહળવા તમામ ખગોળ પ્રેમીઓને અનુરોધ કરાયો છે.

  ફાગણ પૂર્ણિમા ના દિવસે કુંભ રાશિના ભાદ્રપદા નક્ષત્ર માં થનાર સંમ્પુર્ણ ચંદ્ગ્રહણ આ વર્ષ નું છેલ્લું ચંદ્ર ગ્રહણ હશે. જે ભારત ના દરેક રાજ્યો અને શહેર માં જોવા મળશે.

   બ્રમ્હાંડ માં કોઇ પદાર્થ સ્થિર નથી. ચંદ્ર ,પૃથ્વી ની આસપાસ ૨૮ દિવસ માં એક ચક્કર લગાવે છે, પૃથ્વી ૩૬૫ દિવસ માં સૂર્ય ની આસપાસ પરિભ્રમણ કરે છે, અને

સૂર્ય આપણી આકાશગંગા ના કેન્દ્ર ની આસપાસ ૨૨૫૦ લાખ વર્ષે એક પ્રદક્ષિણા પૂર્ણ કરે છે.

  જે ભ્રમણકક્ષા માં ચંદ્ર, પૃથ્વી ની પરિક્રમા કરે છે, અને જે ભ્રમણકક્ષા માં પૃથ્વી, સૂર્ય ની

પરિક્રમા કરે છે, આ બંન્ને કક્ષાઓ સમતલ નથી, તેઓ એકબીજા ને પાંચ અંશ ના કોણપર કાપે છે. આથી પૃથ્વી, દરેક પુનમે સૂર્ય-ચંદ્ર ની સીધી રેખા પર નથી હોતી, તે આ રેખા થી નીચે અથવા ઉપર હોય છે જેથી દરેક પુનમે ચંદ્ર ગ્રહણ નથી થતું.

         આપણા આકાશ માં દૃશ્યમાન થતા ચંદ્ર ગ્રહણ નું સમયપત્રક નીચે મુજબ રહેશે. તા. ૭.૯.૨૦૨૫.-રવિવાર  રાત્રે ૯.૫૭ કલાક... આંશિક ગ્રહણ ની શરૂઆત, ચંદ્ર નો રંગ બદલવા ની શરૂઆત.૧૧.૦૦ કલાકે... પૂર્ણ ચંદ્ર ગ્રહણ ની શરૂઆત, ચંદ્ર સંપૂર્ણ - લાલ..બ્લડ મુન- ના રંગે દેખાશે. આકાશ માં વધારે અંધારુ છવાશે. તારાઓ વધુ પ્રકાશીત દેખાશે. ચંદ્ર ૧ કલાક અને ૨૨ મિનિટ સુધી લાલ દેખાશે.

     ૧૧.૪૫  કલાકે..ચંદ્ર, પૃથ્વી ના પડછાયાના કેન્દ્ર માં આવશે.

     ૧૨.૨૨ કલાકે ..પૂર્ણ ચંદ્ર ગ્રહણ નો અંત થશે.

     ૧.૨૬ કલાકે.. આંશિક ચંદ્ર ગ્રહણ પૂર્ણ થશે, અને ચંદ્ર ફરી પ્રકાશીત થશે.

આમ પૂર્ણ ચંદ્ર ગ્રહણ ની અવધિ ૧.૨૨ કલાક ની રહેશે. એટલે ૧.૨૨ કલાક ના સમય દરમ્યાન ચંદ્ર રાતા લાલ એટલે બ્લડ

મુન સ્વરૂપ દેખાશે.

અને આંશિક ચંદ્ર ગ્રહણ ની અવધિ ૨.૨૬ કલાક ની રહેશે.

        એક વર્ષ માં (ભાગ્યેજ) પાંચ સૂર્ય ગ્રહણ પણ થઈ શકે, સાથે સાથે ૨ ચંદ્ર ગ્રહણ ને ગણીએ તો વર્ષ માં વધુ માં વધુ ૭ ગ્રહણો થઈ શકે. જેમાં ક્યારેક ચાર સુર્ય ગ્રહણ અને ત્રણ ચંદ્ર ગ્રહણ હોય અથવા પાંચ સૂર્ય ગ્રહણ અને બે ચંદ્ર ગ્રહણ થઈ શકે.

ગ્રહણ એ કોઈ આકસ્મિક ઘટના નથી, દરેક ગ્રહણ ગણિત અને ખગોળ ચૌકકસ ગણતરી

મુજબ આકાર લે છે.

    ૧૮ વર્ષ ૧૧ દિવસ અને ૮ કલાક નું એક સોરસ- ગ્રહણચક્ર હોય છે. આ સમગ્ર સમયગાળા દરમ્યાન ૭૦ જેટલા ગ્રહણ

થવાના સંયોગ આવે છે. આ દરમ્યાન ૪૨ સૂર્ય ગ્રહણ અને ૨૮ ચંદ્ર ગ્રહણ થાય છે. જેનુ પ્રમાણ ૩ સૂર્ય ગ્રહણ સામે ૨ ચંદ્ર ગ્રહણ જેટલું હોય છે.

  ૨૨૩ ચંદ્ર માસ અથવા ૬૫૮૫ દિવસ અથવા ૧૮ વર્ષ ૧૧ દિવસ અને ૮ કલાક બાદ ગ્રહણ ચક્ર નું પુનરાવર્તન થતું હોય છે. તેથી આ સમય બાદ તેનું તેજ ગ્રહણ 

પુનઃ આકાર લેતું હોય છે. એક સમય ના ગ્રહણ ની નોંધ રાખી હોય તો આ ગ્રહણ ચક્ર ના પુનરાવર્તિત થતા દરેક ગ્રહણ ના દિવસોની ચોક્કસાઇ થી અનુમાન કરી શકાય. 

    આગામી ૭ સપ્ટેમ્બર ના રોજ થનાર સંમ્પુર્ણ ચંદ્ર ગ્રહણ પૃથ્વી ઉપર ના આશરે ૭ અબજ

થી વધારે માણસો એટલેકે પૃથ્વી ની કુલ વસ્તી ના ૮૫ ટકા માણસો આ ગ્રહણ નિહાળી શકશે.

  આપણા આકાશ માં થનાર આ અદભૂત નઝારા ને અંધશ્રધાઓ અને અફવાઓ ને બાજુએ રાખી ચંદ્ર ગ્રહણ ના આ અવસર

ને અચૂક માણવો જોઈએ.

  આ ચંદ્ર ગ્રહણ નરી આંખે સરસ રીતે માણી શકાશે, તેમજ ટેલિસ્કોપ, દૂરબિન અથવા

સારા કેમેરા થી ચંદ્ર ઉપર થતી પૃથ્વી ના પડછાયા ગતિ તથા ચંદ્ર ના બદલતા રંગ ને સારી રીતે નિહાળી શકાશે.

  હવે પછી આવું ખગ્રાસ ચંદ્ર ગ્રહણ ૩૧.૧૨. ૨૦૨૮ તથા ૨૦.૧૨.૨૦૨૯ ના

દિવસોએ દ્રશ્યમાન થશે.(-કિરીટ શાહ

સંયોજક, ખગોળ મંડળ, જામનગર)

(12:13 PM IST)