તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st September 2025
ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં નરેન્દ્રભાઇના ‘‘મન કી બાત'' સામુહિક શ્રવણ કાર્યક્રમ
રાજયકક્ષાના વિશેષ કાર્યક્રમ માટે ચોટીલાનાી પસંદગી : રામભાઇ મોકરીયા, પિનાકી મેઘાણી, વસંતગીરી ગોસાઇ સહિતના ઉપસ્થિત

રાજકોટ, તા. ૧ : રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ચોટીલા ડુંગર મહંત પરિવારના વસંતગીરી ગોસાઈ, મન કી બાતના સુરેન્દ્રનગર જિલ્લા ઈન્ચાર્જ ખેંગારભાઈ ડોડીયા, ચોટીલા શહેર ભાજપ પ્રમુખ રવિરાજભાઈ ખાચર અને ઉપપ્રમુખ કિશોરભાઈ ચાવ, મુકેશભાઈ શાહ, સજુભા ઝાલા, ચોટીલા નગરપાલિકાના ઉપપ્રમુખ કમલેશભાઈ પંડ્યા, સભ્યો ધર્મેન્દ્રસિંહ ગોહિલ, કળષ્ણસિંહ ચૌહાણ, બી. કે. ખાચર, લલિતભાઈ જાદવ, સંગાભાઈ ડાભી, લાલુભાઈ વાલાણી, ભરતભાઈ ઘાંઘર અને ભરતભાઈ સુરેલા, શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલા, જગદીશભાઈ પરમાર, જીતુભાઈ ચૌહાણ, વિરમભાઈ રબારી, વજુભાઈ પીઠવા, મેહુલભાઈ ઉપાધ્યાય, ચિરાગભાઈ કોટક, ભૂપતસિંહ જાદવ, વિશ્વ હિંદુ પરિષદના ભરતસિંહ ડાભી અને અજયભાઈ શાહ, શિક્ષણ-જગતમાંથી ઉગ્રસેનસિંહ ગોહિલ અને પ્રતાપસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી. નવયુવાનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આખા કાર્યર્ક્મને રસપૂર્વક માણનાર ત્રણ-વર્ષીય બાળક તીર્થ પ્રભુભાઈ રંગપરા આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
પોતાના વકતવ્યની શરૂઆતમાં જ ચોમાસામાં આવેલ પૂર અને ભૂસ્ખલનથી જાન-માલને થયેલ નુકશાન પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને તેમજ તેમાં સરકાર દ્વારા થયેલ વિવિધ ત્વરિત રાહત કાર્યો વિશે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ માહિતી આપી હતી. પોતાની આગવી અને રસપ્રદ શૈલીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્તુત કરેલ સ્વદેશી, વોકલ ફોર લોકલ, સ્વચ્છતા, સૌર-ઊર્જા, રમતગમત જેવાં મહત્વના મુદ્દાઓથી ઉપસ્થિત સહુ પ્રેરિત થયા હતા.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી જન્મસ્થળ સ્મારક તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન દ્વારા સ્થાપિત મનોરમ્ય મેઘાણી-પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ બન્ને મેઘાણી-પ્રતિમાઓનું નિર્માણ ખ્યાતનામ શિલ્પકારો મયુરભાઈ વાકાણી (તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટેલિવિઝન સિરીયલના સુંદરલાલ), આનંદભાઈ ટીકે અને હેમાલીબેન વાકાણી દ્વારા કરવામાં આવ્યું છે.
પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાનના સંયોજનમાં તથા હિતેન્દ્રસિંહ ચૌહાણ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ, ચોટીલા શહેર ભાજપ અને શ્રી ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના સહયોગથી આ પ્રેરક કાર્યક્રમનું આયોજન થયું હતું.
નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન થકી વર્ષ ૨૦૧૦માં સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત સહુપ્રથમ વખત ચોટીલા સ્થિત ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જે ખાસ ઉલ્લેખનીય છે. નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાની પૂર્તિરૂપે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ દ્વારા રૂ. ૨૫ કરોડના ખર્ચે ભવ્ય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય તથા રૂ. ૦૫ કરોડના ખર્ચે અદ્યતન અને સમળધ્ધ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નિર્માણ-કાર્ય સુયોગ્ય રીતે પરિપૂર્ણ થયું છે. ટૂંક સમયમાં આ બન્નેનું એક સાથે લોકાર્પણ કરવામાં આવશે. ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય સાથે સંકળાયેલાં વિવિધ ઐતિહાસિક સ્મળતિ-સ્થળોનો પણ ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ અંતર્ગત સુયોગ્ય રીતે વિકાસ થઈ રહ્યો છે. વર્ષ ૨૦૧૦માં નરેન્દ્રભાઈ મોદી સાથે પિનાકી મેઘાણી અને એમના માતળશ્રી સ્વ. કુસુમબેન મેઘાણીની સહુપ્રથમ મુલાકાતમાં નરેન્દ્રભાઈ મોદીએ બહુ માર્મિક અને હ્રદયસ્પર્શી એક વાત કહેલી કે, આપણી સંસ્કળતિ અને આપણા સાહિત્યનું જતન આપણે નહિ કરીએ તો નવી પેઢી આપણને કદાપિ માફ નહિ કરે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો પિનાકી મેઘાણીએ હ્રદયથી આભાર માન્યો છે.
આલેખન
પિનાકી નાનકભાઈ મેઘાણી
ઝવેરચંદ મેઘાણી સ્મળતિ સંસ્થાન
(મો. ૯૮૨૫૦૨૧૨૭૯)
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
